મોરબી જિલ્લામા આરટીઇ અંતર્ગત પ્રથમ રાઉન્ડમા ૧૯૭૨ એડમિશન, ૨૧૧ પેન્ડિંગ

- text


 

પ્રથમ રાઉન્ડમા ફાળવાયેલા ૨૧૮૩ એડમિશનમાંથી શાળાઓએ ૧૩૨ કેન્સલ કર્યા, ૭૯ હજુ મંજુર થવાના બાકી

મોરબી : મોરબી જિલ્લામાં આરટીઇ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં ફાળવાયેલા ૨૧૮૩ એડમીશનમાંથી ૧૯૭૨ મંજુર થઈ ગયા છે. જ્યારે ૨૧૧ હાલ પેન્ડિંગ હાલતમાં છે. જેમા શાળાઓએ ૧૩૨ એડમિશન કેન્સલ કર્યા છે. જ્યારે ૭૯ એડમિશન હજુ મંજુર થવાના બાકી છે.

મોરબી જિલ્લામા રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત શાળાઓમાં પ્રવેશ અપાવવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. રાઈટ ટુ એજ્યુકેશનમા પ્રથમ રાઉન્ડમાં કુલ ૨૧૮૩ પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા. જેમાં શાળાઓએ ફોર્મ માં ખૂટતી વિગત તથા અધૂરા ડોક્યુમેન્ટના કારણે ૧૩૨ એડમિશન કેન્સલ કર્યા છે. જ્યારે ૭૯ એડમિશન હજુ મંજુર કરવાના બાકી છે. બાકીના ૧૯૭૨ એડમિશન મંજુર થઈ ગયા છે. આમ પ્રથમ રાઉન્ડના અંતે જિલ્લામા ૨૧૧ એડમિશનની જગ્યા ખાલી રહી છે.

તાલુકા વાઇઝ આંકડા જોઈએ તો મોરબી તાલુકામાં ૧૪૦૭ એડમિશનમાંથી શાળાઓએ ૭૫ કેન્સલ કર્યા છે. ૫૯ મંજુર થવાના બાકી છે. આમ ૧૨૭૩ એડમિશન થયા છે. જ્યારે ૨૩૪ જગ્યા ખાલી હજુ ખાલી છે. ટંકારા તાલુકામાં ૧૩૨ એડમિશનમાંથી શાળાઓએ ૭ કેન્સલ કર્યા છે. ૭ મંજુર થવાના બાકી છે. આમ ૧૧૮ એડમિશન થયા છે. જ્યારે ૧૪ જગ્યા ખાલી હજુ ખાલી છે.

- text

માળિયા તાલુકામાં ૧૦ એડમિશનમાંથી શાળાઓએ ૨ કેન્સલ કર્યા છે. બાકીના તમામ મંજુર એડમિશન મંજુર થઈ ગયા છે. આમ ૮ એડમિશન થયા છે. જ્યારે ૨ જગ્યા ખાલી હજુ ખાલી છે. હળવદ તાલુકામાં ૨૨૧ એડમિશનમાંથી શાળાઓએ ૧૩ કેન્સલ કર્યા છે. ૩ મંજુર થવાના બાકી છે. આમ ૨૦૫ એડમિશન થયા છે. જ્યારે ૧૬ જગ્યા ખાલી હજુ ખાલી છે. વાંકાનેર તાલુકામાં ૪૧૩ એડમિશનમાંથી શાળાઓએ ૩૫ કેન્સલ કર્યા છે. ૧૦ મંજુર થવાના બાકી છે. આમ ૩૬૮ એડમિશન થયા છે. જ્યારે ૪૫ જગ્યા ખાલી હજુ ખાલી છે.

- text