ફોરલેનની અણઘડ કામગીરીથી અકસ્માત ઝોન બનતો મોરબી રાજકોટ હાઇવે

- text


 

શનાળા ગામ આસપાસ રોડ ઉપર ગટરના આડેધડ ખાડાઓ ખોદી નાખતા અકસ્માતના વધતા બનાવો : કામ પણ અટકી જતા વાહન ચાલકોની મુશ્કેલી વધી : સત્વરે નીતિ નિયમો મુજબ કામ શરૂ કરે તેવી માંગ

મોરબી : મોરબી રાજકોટ હાઇવેને ફોરલેન બનાવવા માટે ચાલતી કામગીરી વાહન ચાલકો માટે શિરદર્દ સમાન બની ગઈ છે. ફોરલેનની કામગીરી નીતિ નિયમો નેવે મૂકીને અણઘડ રીતે થતી હોવાથી મોરબી રાજકોટ હાઇવે અકસ્માત ઝોન બનાવ તરફ ગતિ કરી રહ્યો છે.શનાળા ગામ પાસે રોડ ઉપર ગટર માટે આડેધડ ખાડાઓ ખોદી નાખતા અકસ્માતના બનાવો વધી રહ્યા છે અને કામ પણ અટકી ગયું હોવાથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.

- text

સામાજિક,આર્થિક, રાજકીય,શૈક્ષણિક સહિત તમામ સ્તરે જોડાણ ધરાવતા મોરબી રાજકોટ હાઇવે પર વાહન ચાલકોને વધુ સારી સુવિધાઓ આપવાના હેતુસર આ હાઇવેને ફોરલેન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.મોરબી રાજકોટ હાઇવેને ફોરલેમ બનાવમાં માટે આગાઉ કામગીરી શરૂ કરવામાં આવી હતી.પરેતું કોન્ટ્રાકટરો દ્વારા આ ફોરલેનની કામગીરીમાં નીતિનિયમોની એસીતેસી કરીને માર્ગ સુરક્ષાના નિયમોનો ખુલ્લેઆમ ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે.તેથી ખાસ કરીને મોરબી વિસ્તારની હદમાં આવતા શનાળા ગામ આસપાસનો મોરબી રાજકોટ હાઇવે ખતરનાક બની ગયો છે.છેલ્લા ઘણા સમયથી શનાળા ગામ આપસપાસ રોડની અણઘડ કામગીરીને કારણે અકસ્માતના બનાવોમાં ઝડપભેર વધારો થઇ રહ્યો છે.શનાળા ગામ પાસે રોડ ઉપર ગટર માટે આડેધડ ખોદકામ કરીને ખાડાઓ કરીને તેના બુરાણ માટે કોઈ તસ્દી લેવામાં આવી નથી.તેથી આ મોરબી હદ બાજુનો રસ્તો વાહન ચાલકો માટે જોખમી બની ગયો છે.જેમાં અવાર નવાર નાના મોટા અકસ્માત થાય છે.તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.જોકે શરૂઆતથી ગોકળ ગાયની ગતિએ ચાલતું આ કામ હવે અટકી ગયું છે તેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે.આથી જવાબદાર તંત્ર કોન્ટ્રાકટરનો કાન આમળીને વહેલી તકે નિયમોનુસાર રોડનું કામ ચાલુ કરાવે અને બિનજરૂરી ખાડાઓનું બુરાણ કરે તેવી વાહન ચાલકોએ માગ કરી છે.

- text