મોરબીના સિરામિક ઉદ્યોગને કોલગેસના નામે હેરાન કરવાનું બંધ કરો : ધારાસભ્ય મેરજા

- text


કોલગેસનું પ્રદુષણ ફેલાવનારને દંડ કટકરાવાની નીતિ બંધ કરીને સીરામીક ઉદ્યોગને ટકાવવા માટે યોગ્ય પગલાં લેવા ધારાસભ્યની ટકોર

મોરબી : મોરબીનો સીરામીક ઉધોગ ભયંકર મંદી સામે ટકવા માટે હવાતિયાં મારી રહ્યો છે.ત્યારે સરકારના ઈશારે ગુજરાત પ્રદુષણ બોર્ડ સીરામીક ઉધોગને હેરાનગતિ કરીને મુશ્કેલી વધારી રહ્યાનો આક્ષેપ ધારાસભ્ય મેરજાએ કર્યો છે.કોલગેસના નામે પ્રદુષણ ફેલાવનાર સીરામીક એકમોને કરોડોનો દંડ ફટકારવાની હિલચાલ થઈ રહી છે.ત્યારે આવી નીતિ બંધ કરીને ચારેબાજુથી ફસાયેલા સીરામીક ઉધોગને ટકાવવા કેવા પગલાં ભરવા જોઈએ તે અંગે સરકાર ગંભીર થઈને વિચાર કરે તેવી ધારાસભ્યએ ટકોર કરી છે.

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે,એકબાજુ સીરામીક ઉધોગ મંદીમાંથી બહાર નીકળવા માટે રીતસર ઝઝૂમી રહ્યો છે.ત્યારે બીજી તરફ કોલગેસના નામે સરકારના ઈશારે ગુજરાત પ્રદુષણ બોર્ડ સીરામીક ઉધોગને હેરાન કરતું હોવાથી સરકારની આવી નીતિ સીરામીક ઉધોગ માટે પડ્યા પર પાટુ સમાન છે.જો.આવી જ નીતિ રહી તો સીરામીક ઉધોગ ખતમ થઈ જશે અને લાખો મજૂરોની રોજીરોટી છીનવાઈ જશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અગાઉ એન.જી.ટીએ સીરામીક ઉધોગમાં વપરાતા કોલગેસના વપરાશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.તેથી હવે તમામ સીરામીક ઉધોગમાં કોલગેસના પ્લાન્ટો બંધ કરવામાં આવ્યા છે.હવે પ્રદુષણનો પ્રશ્ન જ નથી.ત્યારે સરકારે કોલગેસના વિકલ્પે સીરામીક ઉધોગને સસ્તા દરે નેચરલ ગેસ પૂરો પાડવો જોઈએ.એના બદલે પ્રદુષણ બોર્ડ અંદાજે 568 એકમોને પ્રદુષણ ફેલાવવાના નામે વાર્ષિક રૂ.18.25 લાખ હિસાબે રૂ.125 કરોડનો દંડ ફટકારવાની હિલચાલ કરી રહ્યું છે.

- text

જેનાથી સીરામીક ઉધોગમાં ફફડાટ વ્યાપી ગયો છે.સરકારની આવી નીતિથી સીરામીક ઉધોગ ફરીએક વખત આફતમાં મુકાઈ ગયો છે.હકીકતમાં આ ઉધોગ ટકી રહે તે માટે સરકારે ગંભીર થવાને બદલે વધુને વધુ મુશ્કેલીમાં મુકાઈ તેવી નીતિઓ અપનાવે છે.ત્યારે આવી નીતિઓ બંધ કરીને સીરામીક ઉધોગનો વધુ સારો વિકાસ થાય તે માટે જૂની પડતર માંગણીઓ ચીનના આયાત થતા માલ પર એન્ટી ડમ્પીગ ડ્યુટી લગાડવા અને જીએસટીનું ભારણ ઘટાડવાની માંગ કરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text