મોરબીની લક્ષ્મીનગર સોસાયટીમાં પાણીની લાઇન નાખવા રજુઆત

- text


સ્થાનિક રહીશોએ પાણી પ્રશ્ન ઉકેલવા માટે પાણીની પાઇપ લાઇન નાખવા કલેકટરને આવેદન આપ્યું

મોરબી : મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં વર્ષોથી પાણીની લાઇન ન હોવાથી સ્થાનિકોને પાણી મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.તેથી પાણી પ્રશ્ન ઉકેલવા માટે સ્થાનિકોએ તેમના વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવા કલેકટર રજુઆત કરી હતી.

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા નાનજીભાઈ ભાણજીભાઈ સારેસાએ સામાજિક કાર્યકરો સુરેશભાઈ શિરોહિયા અને હરોભાઈ રાતડીયા સાથે અધિક કલેકટર કેતન જોશીને આવેદન પત્ર આપીને રજુઆત કરી હતી કે, લક્ષ્મીનગર સોસાયટી ત્રાજપર ગ્રામ પંચાયત હેઠળ આવે છે.પરંતુ આ વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવી નથી.જેના કારણે સ્થાનિક રહીશોને પાણી મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.તેથી આ વિસ્તારમાં પાણી પ્રશ્ન ઉકેલમાં માટે તંત્ર દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે બહાર રાજ્યોના લોકોને પીવાનું પાણી મળે છે.પરંતુ સ્થાનિકીના પાણી પ્રશ્ન ઉકેલવામાં કોઈ તસ્દી લેવામાં આવી નથી. વર્ષ 2010થી તેઓ તેમના વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાની માંગણી કરી રહ્યા છે.પરંતુ હજુ સુધી તેમની માગણી સરકારી તંત્રએ કાને ધરી નથી.આ ઉપરાંત તેમણે તે વિસ્તારમાં ગેરકાયદે ગટરના પાણીના નિકાલ બાબતે તાલુકા પંચાયત પર ભંષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text