મોરબીમાં મોડી રાત્રે વોડફોનનું નેટ ડાઉન થતા ગ્રાહકોમાં મચ્યો દેકારો

- text


મોરબી : ગત મોડી રાત્રીના વોડાફોન કંપનીની ઈન્ટરનેટ સેવા ડાઉન થઈ જતા નેટ વાપરતા સોશ્યલ મીડિયાના રસિયાઓમાં અસંતોષ વ્યાપી ગયો હતો તેમજ કંપની સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
મોરબીમાં પાછલા કેટલાક સમયથી મોબાઈલમાં ઈન્ટરનેટના અને કવરેજના ધંધિયા વધી ગયા છે ત્યારે આજે ફરી વોડાફોનના ગ્રાહકોને ઇન્ટરનેટની સ્પીડમાં પ્રોબ્લેમ આવતા સોશ્યલ મીડિયાના રસિયાઓમાં ગુસ્સો જોવા મળ્યો હતો. જેમાં કોઈકને નેટ આવતું જ નહતું અને કોઈકને માંડ માંડ ચાલતું હોવાનું જણાતું હતું. આ સમસ્યા મોરબી શહેરમાં વધુ જોવા મળી હતી. જો કે કંપનીએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કે ખુલાસો કરેલ નથી આમ છતાં અચાનક જ ઈન્ટરનેટ સ્પીડમાં લોચો પડી જતા સોશ્યલ મીડિયાના રસિયાઓ લાલચોળ થઈ ગયા હતા. વારંવાર થતી આ સમસ્યાનું નિરાકરણ કેમ કરવું તેની વિચારણા કરવા લાગ્યા હતા. આ સમસ્યા કેટલા સમય સુધી રહેશે તે જાણી શકાયું નથી પરંતુ આજે દિવસ દરમ્યાન પણ આવી જ સમસ્યા જો ચાલુ રહેશે તો કેટલાય લોકોના કામકાજ ખોરંભે પડી જશે તેમા કોઈ શંકા નથી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text