મોરબીની બેક ઓફ બરોડામાં વૃદ્ધના થેલામાંથી રૂ.50 હજારની ઉઠાંતરી

- text


ચેક વટાવીને ઉપડેલા નાણાં ગણતી વખતે નજર ચૂકવી મહિલાએ થેલીમાં કાપો મારીને રૂ.50 હજાર સેરવી લીધા

મોરબી : મોરબીની બેક ઓફ બરોડા શાખામાં વૃધ્ધની થેલીમાંથી રૂ.50 હજારની ઉઠાંતરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં વૃધ્ધ ચેક વટાવીને ઉપડેલા પૈસા ગણતા હતા ત્યારે અજાણી મહિલાએ તેમની થેલીમાં કાપો મારીને રૂ.50 હજાર સેરવીને નાસી છૂટી હતી.

- text

આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મોરબીમાં રહેતા નરભેરામભાઈ ધરમશીભાઈ જીવાણી નામના વૃધ્ધ મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી બેન્ક ઓફ બરોડા શાખામાં પૈસા ઉપડવા ગયા હતા.આ વૃદ્ધે બેકમાં ચેક વટાવીને રૂ.60 હજાર ઉપાડી લીધા હતા અને તેમાથી રૂ.50 હજાર ગણીને પોતે લાવેલી કાપડની થેલીમાં મુક્યા હતા અને બાકીના રૂ.10 હજાર ગણી રહ્યા હતા.તે સમયે એક અજાણી મહિલાએ વૃધ્ધ પાસે રહેલી કાપડની થેલીમાં ધારદાર હથિયારથી કાપો મારીને રૂ.50 હજાર સેરવી લઈને નાસી છૂટી હતી.દરમ્યાન વૃદ્ધે કાપડની થેલીમાં બાકીના 10 હજાર મુક્યા ત્યારે રૂ.50 હજારની ઉઠાંતરી થઈ ગયાનું માલુમ પડ્યું હતું.તેમણે આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી.બનાવને પગલે પોલીસે બેન્કના સીસીટીવી ફૂટેજના આધારે મહિલાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text