મોરબીના મહેન્દ્રનગર ગામે પોસ્ટર વિવાદ : ચૂંટણી પંચમાં ફરિયાદ

- text


 

સરકારી મિલકત ઉપર એર સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માંગનારને મત માંગવા ન આવવાના પોસ્ટર લાગતા જી.પં.ના સદસ્યએ ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેન્ડ પર એર સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માગનારે મત માંગવા ન આવવાના પોસ્ટર મુકતા વિવાદ વકર્યો છે.આ અંગે જી.પ.ના સદસ્યએ ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી સેનાનો દુરુપયોગ કરીને ચૂંટણી પંચના આદેશનું ઉલઘ્ઘન કરનાર સામે આચારસહિતાના ભંગનો ગુનો નોંધવાની માંગ કરી છે.

મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્ય મુકેશભાઈ ગામીએ કચ્છ લોકસભા બેઠકના ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે કે,હાલમાં લોકસભાની ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે અને આચારસહિતા પણ અમલમાં છે.ત્યારે કચ્છ લોકસભા ચૂંટણી કાર્યક્ષેત્ર હેઠળ આવતા મોરબીના મહેન્દ્રનગર ગામે સરકારી મિલકત બસસ્ટેન્ડ ઉપર એવા પોસ્ટર લાગ્યા છે.કે જેનાથી આચારસહિતાનો ભંગ થાય છે.આ પોસ્ટરમાં એવું લખ્યું છે કે,સેનાની એર સર્જીકલ સ્ટ્રાઈકનો પુરાવો મગનાર કોઈપણ પાર્ટીએ ગામમાં મત માંગવા આવવું નહિ.આ બાબતથી ખરેખર આચારસહિતાનું સરેઆમ ઉલઘ્ઘન થાય છે.કોઈપણ રીતે ભારતીય સેનાની ગુપ્ત બાબત સર્જીકલ સ્ટ્રાઈકનો મુદ્દો ચૂંટણીમાં ઉછાળવો એ કાનૂની ભંગનો ગુનો બને છે.

- text

ચૂંટણી પંચે પણ લોકસભાની ચૂંટણીમાં કોઈપણ રીતે સેનાના સર્જીકલ સ્ટ્રાઈકનો મુદ્દો ન ઉછાળવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.તેમ છતાં પણ મહેન્દ્રનગરમાં આવા પોસ્ટર લગાવી મત માંગવાનો હીન પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગે છે.અને રાજકીય ઓઠા હેઠળ આ મત માગવાનું ગતકડું છે.જે વ્યક્તિએ આ બનેર મુક્યા છે.તેની પાસે કોઈ પુરાવા ન હોવા છતાં તેણે માત્ર લોક લાગણીને ઉશ્કેરવાનું કામ કર્યું છે.તેથી તેની સામે આચારસહિતાના ભંગ હેઠળ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી તેમણે માંગ કરી છે.

- text