હળવદ ધ્રાંગધ્રાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે દિનેશ પટેલને મેદાને ઉતાર્યા

- text


 

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય અને ધ્રાંગધ્રાના દુદાપુરના વતની છે દિનેશ પટેલ

હળવદ : લોકસભાની સાથે હળવદ – ધ્રાંગધ્રાની ખાલી પડેલ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા આ સીટ પર આખરે ધ્રાંગધ્રાના દુદાપુર ગામના દિનેશભાઈ પટેલને ટિકીટ આપી મેદાને ઉતાર્યા છે.

હળવદ – ધ્રાંગધ્રાની પ્રતિષ્ઠા ભરી પેટા ચૂંટણીમાં ભાજપ પક્ષ દ્વારા પોતાના મુરતીયાને જાહેર કરી દીધા બાદ કોંગ્રેસમાંથી કોણ આવશે તેવી અનેક અટકળો બાદ આજે આખરે કોંગ્રેસ પક્ષ દ્વારા હળવદ – ધ્રાંગધ્રાની પેટા ચૂંટણી પર ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુરના દિનેશભાઈ પટેલને ભાજપના પરસોતમ સાબરીયાને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા હળવદ – ધ્રાંગધ્રાની પેટા ચૂંટણી પર જાહેર કરેલ ઉમેદવાર દિનેશભાઈ પટેલ હાલ રાજસીતાપુર બેઠક પર જિલ્લા પંચાયતના સદસ્ય છે અને અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કારોબારીના અધ્યક્ષ પણ રહી ચુકયા છે.

- text

જયારે આ અંગે દિનેશભાઈ પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ નાનામાં નાના કાર્યકરને પણ મોટી તક આપતી રહી છે. હું છેલ્લા ૩પ વર્ષથી કોંગ્રેસ સાથે જાડાયેલો છું. સક્રિય કાર્યકર્તા તરીકે કારર્કિદી શરૂ કરી હતી અને બાદમાં ધ્રાંગધ્રા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે હોદા પર રહ્યા હતા બાદ ધ્રાંગધ્રા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તેમજ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી તરીકે પણ પાર્ટીના સંગઠનને મજબુત બનાવવા કામ કર્યું હતું. તેમજ ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના દુદાપુર – હરીપર સીટ પર તાલુકા પંચાયતના સદસ્ય તરીકે પણ ચુંટાઈ આવેલ. હાલ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યો છું.

આજરોજ કોંગ્રેસ પક્ષ દ્વારા હળવદ – ધ્રાંગધ્રાની પેટા ચૂંટણીમાં દિનેશ પટેલનું નામ જાહેર કરાતા મોરબી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલ, હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, પાલીકા સદસ્ય વાસુદેવભાઈ પટેલ, ભીખાભાઈ પટેલ, ડો.અનિલ પટેલ, હિંમાશુભાઈ મહેતા, યુથ કોંગ્રેસ પ્રમુખ અનિરૂધ્ધસિંહ ખેર સહિતના હળવદ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા શુભેચ્છા પાઠવી જંગી લીડથી વિજેતા બનાવવા નેમ વ્યકત કરી હતી.

- text