મોરબી : જીએસટી ચોરી કૌભાંડમાં આઠેય આરોપીઓ છ દીવસની રિમાન્ડ પર

- text


 

મોરબી : મોરબીમાં બોગસ પેઢીઓ ઉભી કરીને રૂ. ૧૭ કરોડની જીએસટી ચોરી કરવાના પ્રકરણમાં પકડાયેલા આઠ આરોપીઓને એસઓજીની ટીમે આજે ૧૫ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યારે કોર્ટે આરોપીઓની ૬ દિવસની રિમાન્ડ મંજુર કરી આપી છે.

મોરબીમાં ગરીબો પાસેથી ડોક્યુમેન્ટ ખરીદી તેના આધારે ૧૬ બોગસ પેઢીઓ ઉભી કરીને રૂ. ૯૮ કરોડની રકમના કુલ ૩૮૫૨ ઇ-વે બીલ જનરેટ કરી કુલ વેરો રૂ.૧૭,૭૬,૬૦,૫૫૬ સરકારની તીજોરીમાં નહિ ભરી સરકાર સાથે વિશ્વાસઘાત કરી ગુન્હાહિત કાવતરૂ રચીને ઠગાઇ કરવાના ગુનામાં એસઓજીની ટીમે મુસ્તાક અકબરભાઇ જામ રહે. માળીયા મીયાણા જી.મોરબી ગુલામરસુલ હૈદરભાઇ જામ ઉવ.૨૮ રહે. માળીયા મીયાણા, કિશન જસાભાઇ કાનગડ ઉવ.૨૬ રહે. જસાપર તા.માળીયા મિયાણા, હાર્દિક પ્રફુલભાઇ કટારીયા ઉવ.૨૯ રહે.બોનીપાર્ક, મોરબી , રવિ દિલીપભાઇ ઓઝા ઉવ.૩૦ રહે. મોરબી , વિપુલ ધનજીભાઇ ફુલતરીયા ઉવ.૩૪ રહે. મોરબી, દર્શિત પ્રવિણભાઇ મેવાડા ઉવ.૨૨ રહે. મોરબી અને ધર્મેન્દ્ર દિલીપભાઇ અજાણા ઉવ ૨૫ રહે.ધુનડા સજજનપર તા.જી.મોરબી વાળાને પકડી પાડ્યા હતા.

- text

આ આઠેય આરોપીઓને આજે એસઓજીની ટીમે ૧૫ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે આઠેય આરોપીઓના ૬ દિવસના એટલે કે સોમવાર સુધીના રિમાન્ડ મંજુર કરી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text