વિનોદ ચાવડાના રોડ-શોમાં મોરબી ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા વિરોધ

- text


મોરબી : પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજના રોષનો ભોગ ભાજપના અન્ય ઉમેદવારોને પણ બનવું પડી રહ્યું છે. મોરબીમાં આજે વિનોદ ચાવડાના રોડ-શોમાં મોરબી ક્ષત્રિય સમાજ દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવાયો હતો.

મહત્વનું છે કે, કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની આજે 30 એપ્રિલના રોજ સવારે ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી દરબારગઢ સુધી રોડ-શો યોજાયો હતો. જેમાં મોરબીના શનાળા-રવાપર રોડ પર મનહર મિરર પાસે રોડ-શો પહોંચ્યો હતો તે દરમિયાન મોરબી ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલા હાય.. હાય…ના સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે, ફરજ પર હાજર પોલીસ કર્મીઓએ સૂત્રોચ્ચાર કરી રહેલા લોકોની અટકાયત કરી હતી.

- text

- text