મંદબુધ્ધીના બાળકો માટે ભગીરથ કાર્ય કરતી શ્રી નવજીવન વિકલાંગ સંસ્થા

- text


હળવદના નવજીવન વિકલાંગ સેવાશ્રય ખાતે સાધન સહાયનો કાર્યક્રમ યોજાયો
નવજીવન વિકલાંગ સંસ્થા દ્વારા રીસર્ચ સેન્ટર પણ ટુંક સમયમાં શરૂ થશે : જીતુભાઈ ગૌરીશંકર જાષી
માનવ સેવાના હિતાર્થે ટ્રાઈસિકલ, વ્હિલચેર સહિત વિવિધ સાધનો કરાયા વિતરણ
હળવદ : હળવદના નવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉ અને હળવદ દ્વારા પ.પૂ.ધ.ધૂ. રાષ્ટ્રીયતાને વરેલા જૈન મુની શ્રી ભાસ્કરજી સ્વામીજીના અર્ધશતાબ્દી સયમોત્સવની અનુમોદનરૂપે તેમજ માનવસેવાના હિતાર્થે દિવ્યાંગો – વિકલાંગજનોના લાભાર્થે ૨૭૫થી વધુ દિવ્યાંગોને નિઃશુલ્ક સાધન વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં કૃત્રિમ હાથ પગ, ટ્રાઈસિકલ, વ્હીલચેર, ઘોડી,કેલિપર્સ જેવા વિવિધ સાધનોના વિતરણ કાર્યક્રમમાં સંતો મહંતો સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
હળવદ ધાગંધ્રા હાઈવે પર આવેલ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય ખાતે ૨૭૫ જેટલાં જરૂરિયાત મંદોને સાધન સહાયનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવજીવન વિકલાંગ સેવાશ્રયના મંદબુધિના બાળકો દ્વારા સ્વાગત ગીત રજુ કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી ત્યાર બાદ ઉપસ્થિત મંચસ્થોનું પુષ્પગુચ્છ સાથે આવકારવામાં આવ્યા હતા. ઉપરાંત ઝીંઝુવાડીયાના મહંત આત્મારામ ગીરી બાપુનું શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું તેમજ સંસ્થાના સ્થાપક અને ટ્રસ્ટી જીતુભાઈ જાષીએ જગમોહન સિંઘને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કર્યા હતા. પ્રાસંગીક ઉદ્‌બોધનમાં સંસ્થાના જીતુભાઈ ગૌરીશંકર જાષીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧૭ વર્ષથી સંસ્થાએ તપ કર્યું છે એના ફળશ્રુપી રૂપે દિવ્યાંગોને મદદરૂપ થવા સેવાકીય પ્રવૃતિ સાથે સંસ્થાએ ભૂકંપ પછી કપડાના તંબુમાં શરૂઆત કરી હતી. જેમાં રપ જેટલા મંદબુધ્ધીના બાળકોને આશ્રય આપી સંસ્થાનું સર્જન થયું એટલું જ નહીં સેવાકીય કાર્યમાં નવજીવન વિકલાંગ સંસ્થા અવિતરતપણે કાર્યરત છે જેમાં ઓન રેકોર્ડ ૩૦૦૦થી વધુ લાભાર્થીઓ આ સંસ્થામાં નોંધાયેલા છે. વધુમાં ઉમેર્યું હતું કે, રણકાંઠાના અગરીયાઓના મંદબુધ્ધીના બાળકોનો સર્વે હાથ ધરવામાં આવશે જેમાં આ સંસ્થા સેવાકીય કાર્ય સાથે તાલીમબધ્ધ રહેશે. ઉપરાંત સંસ્થા દ્વારા રીસર્ચ સેન્ટર પણ ટુંક સમયમાં જ સ્થાપશે તેમ જણાવ્યું હતું.
હળવદના નવજીવન વિકલાંગ સેવાશ્રય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કૃત્રિમ હાથ પગ, ટ્રાઈસિકલ, વ્હીલચેર, ઘોડી, કેલિપર્સ જેવા વિવિધ સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. તો સાથો સાથ હળવદ ખાતે યોજાનાર આ માનવ સેવાના કાર્ય પ્રસંગના મુખ્ય અતિથિ ડા.એસ કે નંદા(ડાયરેક્ટર ઓફ હુક્કો ન્યુ દિલ્હી), જીતેન્દ્રભાઈ જૈન (મારવાડી યુવા મંચ પ્રમુખ), દિનેશભાઈ અગ્રવાલ, કમાન્ડન્ટ જગમોહન સિંઘ, બિપિનભાઈ દવે,  પ્રકાશભાઈ બારોટ, શૈલેન્દ્રભાઈ જૈન, રાજેન્દ્રસિંહ રાણા, વિજયભાઈ બારોટ, દિલુભા જાડેજા, કમલેશભાઈ દફતરી, તપન દવે, ભરતભાઇ સંઘવી સહિત મોટી સંખ્યામાં આંમત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કેતનભાઈએ કર્યું હતું જયારે આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના જીતુભાઈ ગૌરીશંકર જાષી, જયેશભાઈ, વિપુલભાઈ, નરેશભાઈ, વિજયભાઈ સહિતના સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી.

- text