મોરબી : ચોટીલા જતા પદયાત્રીઓની સલામતી માટે રીફલેક્ટર લાગાવાયા

- text


મોરબી ટ્રાફિક પોલીસ શાખાએ પદયાત્રીઓને રીફલેક્ટર લગાવવાની સાથે ટ્રાફિકના નિયમોના પાલનની પણ સમજ આપી

મોરબી : ચોટીલા માં ચામુંડાના દર્શનાર્થે હાલ પદયાત્રીઓનો ધસારો થઈ રહ્યો છે.ત્યારે પદયાત્રીઓની સલામતી જળવાય રહે તે માટે મોરબી ટ્રાફિક પોલીસ શાખાએ વાંકાનેર બાઉન્ડરી પાસે ચોટીલા જતા પદયાત્રીઓના બેગ પાછળ રિકલેક્ટર લગાવી અકસમતથી બચવા ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની વિસ્તૃત સમજણ આપી હતી.

મોરબી ટ્રાફિક શાખા દ્વારા તા 23ના રોજ રાત્રે કોમ્બિગ નાઈટ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું.જોકે હાલમાં ચોટીલા જતા પદયાત્રીઓની માર્ગ સુરક્ષા જળવાઈ તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની મોરબી એસ.પી.કરનરાજ વાઘેલાએ ટ્રાફિક શાખાને સૂચના આપી હતી.તેમની સૂચના અને માર્ગદર્શનના આધારે મોરબી ટ્રાફિક શાખાના પી.એસ। આઇ.પી.આર વાઘેલા તથા સ્ટાફના જીજ્ઞેશભાઈ મિયાત્રા, રાજવીરસિંહ જાડેજા, અમિયલભાઈ શેરસિયા સહિતનાએ ગતરાત્રે વાંકાનેર બાઉન્ડરી પાસે ચોટીલા જતા પદયાત્રીઓની બેગ પાછળ રેડિયમ રીફલેક્ટર સ્ટીકરો લગાવ્યા હતા, તેમજ પદયાત્રીઓને અકસ્માતથી બચવા રોડની સાઈડમાં સલામત રીતે સમૂહમાં ચાલવાની સમજ આપી હતી.તેમજ કોઈ અજાણ્યા વ્યક્તિઓ તેમને ઉભા રાખવાની કોશિશ કરે કે શંકાસ્પદ હિલચાલ કરે તો મોરબી પોલીસ કન્ટ્રોલ રુમમાં જાણ કરવાની અપીલ કરી હતી.

- text

- text