મોરબી રાજકોટ હાઇવેના ડીવાઈવર પર ટ્રક પલ્ટી મારી ગયો

- text


ડિવાઇડરનું કામ તકલાદી રીતે થતું હોય અને માર્ગ સુરક્ષાના નિયમો જળવતા ન હોવાથી અકસ્માત ઝોન બનતો મોરબી રાજકોટ હાઇવે

મોરબી : મોરબી રાજકોટ હાઇવેને ફોરટ્રેકના કામમાં નીતિ નિયમોની ઘોર ઉપેક્ષા થતી હોવાથી આ હાઇવે અકસ્માત ઝોન બની ગયો હોય તેમ આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો.જેમાં લજાઈ પાસે ડીવાઇડર પર ટ્રક પલ્ટી મારી ગયો હતો.જોકે સદનસીબે આ અકસ્માતમાં જાનહાની થઈ નથી.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં મોરબી રાજકોટ હાઇવેને ફોરટ્રેક બનાવવાનું કામ પુરજોશમાં થઈ રહ્યું છે.પરંતુ આ કામ માર્ગ સુરક્ષાના નીતિ નિયમો જળવતા ન હોવાને કારણે મોરબી રાજકોટ હાઇવે અકસ્માત ઝોન બની રહ્યો હોય તેમ આ હાઇવે પણ અત્યાર સુધી અનેક નાના મોટા અકસ્માતના બનાવો બન્યા છે અને રોડના કામમાં તાનાશાહી યથાવત રાખતા અકસ્માતોનો સિલસિલો જારી રહ્યો છે.જેમાં આજે મોરબી રાજકોટ હાઇવે પર લજાઈ ગામ પાસે તકલાદી રીતે બનાવાયેલા ડીવાઇડર પર એક ટ્રક પલ્ટી મારી ગયો હતો.સદનસીબે આ ઘટનામાં જાનહાની થઈ નથી.પરંતુ રોડના કામો જો તંત્ર માર્ગ સુરક્ષાના નિયમોનું કડકપણે પાલન નહિ કરાવે તો હજુ પણ અકસ્માતોનો બનાવ બનતા રહેશે તે નરી વાસ્તવિકતા છે.

- text

- text