મોરબીમાં જુગાર રમતી ત્રણ મહિલા ઝડપાઇ : રૂ. ૨૪ હજારની રોકડ કબ્જે

- text


 

મોરબી : મોરબીના ત્રાજપર ખારી નજીક જાહેરમાં જુગાર રમતી ત્રણ મહિલાઓને બી ડિવિઝન પોલીસે પકડી પાડી છે. આ સાથે રૂ. ૨૪ હજારની રોકડ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ખારી નજીક રામજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા જિજ્ઞાબેન રમેશભાઈ સાતોલા, યાસમીબેન ઉર્ફે આરતીબેન સંજયભાઈ અગેચણીયા અને કંચનબેન જગદીશભાઈ ટીંડાણીને રૂ. ૨૪,૪૫૦ની રોકડ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text