મોરબી : કોલગેસિફાયર બંધ કરવાના નિર્ણયને આવકારતુ મયુર નેચર કલબ

- text


 

એકમોને નેચરલ ગેસ તરફ વળવાની અપીલ કરાઈ

મોરબી : તાજેતરમાં એનજીટીએ કોલગેસીફાયર યુનિટ બંધ કરવાનો જે નિર્ણય લીધો છે. તેને મોરબીની મયુર નેચર કલબે આવકાર્યો છે. સાથે તમામ યુનિટોને નેચરલ ગેસ તરફ વળવા માટે વિનંતિ પણ કરી છે.

- text

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા તમામ કોલગેસીફાયર બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેને મોરબી તેમજ આજુબાજુના વિસ્તારોમાં પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા મયુર નેચર કલબે આવકાર્યો છે. સાથોસાથ સીરામીક ઉદ્યોગકારોને પણ ભવિષ્યમાં આ નિર્ણયને ઉપલી અદાલતમાં પડકારવાને બદલે મોરબીની ભાવિ પેઢીનું ભવિષ્ય સુરક્ષિત રહે અને પર્યાવરણ મુક્ત સમાજના સર્જનમાં ફાળો આપી અન્ય વિકલ્પો જેવાકે નેચરલ ગેસ આધારિત ઉર્જાના ઉપયોગ તરફ વળવા વિનંતી કરી છે. તેમ મયુર નેચર કલબની યાદીમાં જણાવાયું છે.

- text