વાંકાનેરમા રિક્ષાના ફેરા મામલે બબાલ : યુવાનને ત્રણ શખ્સોએ ધોકાથી માર્યો

- text


વાંકાનેર : વાંકાનેરમા રિક્ષાના ફેરા કરવા મામલે બબાલ થઈ હતી. જેમાં ત્રણ શખ્સોએ મળીને એક યુવાનને ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરમા વિશિપરા સ્મશાન પાસે રિક્ષાના ફેરા મામલે થયેલા ઝઘડામાં વિક્રમભાઈ ઉદયસિંગ ચૌહાણ ઉ.વ. ૧૯ ઉપર જાવેદ મિયાણો, મહંમદ ગૂછો અને મોમાયો નામના શખ્સોએ ધોકા અને પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ મામલે વિક્રમભાઈએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text