મોરબીમાં ઉનાળાના પ્રારંભે પાણીના ધાંધિયા : ફરી પાલિકામાં મોરચો

- text


ખાતરીનું ગાજર ચવાઈ જતા લાયન્સ નગરના રહીશોએ ફરી ઉગ્ર રજુઆત કરી : ચિત્રાનગર અને યદુનદન સોસાયટીની મહિલાઓએ પાણીના પોકારો કર્યા

મોરબી : મોરબીમાં ઉનાળાના પ્રારંભે જ પાણી મોકણ સર્જાય છે.જોકે લાયન્સ નગરના રહીશોએ બે દિવસ પહેલા રજુઆત કર્યા બાદ તંત્રએ આપેલું ખાત્રીનું ગાજર ચવાઈ જતા આજે ફરી આ વિસ્તારના રહીશોએ પાલિકામાં મોરચો માંડયો હતો આ ઉપરાંત પાંચ-છ દિવસથી પાણી ન આવતા ચિત્રાંનગર અને યદુનદન સોસાયટીની મહિલાઓએ પણ પાલિકા કકળાટ કર્યો હતો.

મોરબીમાં ઉનાળો શરૂ થતાની સાથે જ પાણી વિતરણમાં ધાધિયા થવા લાગ્યા છે. પાણીની પળોજણ વધુને વધુ ધેરી બની રહી છે જોકે મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા છેવાડાના વિસ્તાર લાયન્સનગરમાં છેલ્લા એક માસથી પાણી આવતું ન હોવાથી આ વિસ્તારની મહિલાઓએ બે દિવસ પહેલા પાણી પ્રશ્ને પાલિકા કચેરીમાં મોરચો માંડયો હતો તે વખતે પાલિકા તંત્રએ તસત્કાલિક આ પાણી પ્રશ્નો નિવેડો લાવવાની ખાતરી આપી હતી.પરંતુ ત્યારબાદ પાલિકા તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આજે લાયન્સનગરના રહીશો ફરી પાલિકામાં મોરચો માંડયો હતો.અને ઉગ્ર રજુઆત કરી હતી.

- text

જ્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ચિત્રાનગર અને યદુનદન સોસાયટીના મહિલાઓપણ આજે પાણી પ્રશ્ને પાલિકા કચેરીમાં રજુઆત કરવા ધસી આવી હતી.મહિલાઓએ ચીફઓફિસર સમક્ષ રજૂઆત કરી હતી કે, તેમની સોસાયટીમાં છેલ્લા પાંચ છ દિવસથી પાણી આવતું નથી.આથી મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.આથી મહિલાઓએ આ પાણી પ્રશ્ન હલ કરવાની માગણી કરી હતી.આથી ચીફઓફિસરે પાણી વિતરણ કરનાર કર્મચારીને બોલાવીને આ સોસાયટીના પાણી પ્રશ્ન હલ કરવાની કડક સૂચના આપી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text