મોરબીની વિદ્યાર્થીની બે વર્ષથી કેન્દ્ર સરકારની શિષ્યવૃત્તિથી વંચિત

- text


વિદ્યાર્થીનીના પિતાની રાવના આધારે જિલ્લા શિક્ષણાધિકારીએ રાજ્ય પરીક્ષા બોર્ડને રજુઆત કરી

મોરબી : મોરબીની ધો.11ની વિદ્યાર્થીનીને કેન્દ્ર સરકારની એન.એમ.એમ.એસની શિષ્યવૃત્તિ બે વર્ષથી મળતી ન હોવાની રાવ સાથે તેના પિતાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુઆત કરી હતી.જેના આધારે જિલ્લા શિક્ષણાધિકારીએ રાજ્ય પરીક્ષા બોર્ડને રજુઆત કરી આ વિદ્યાર્થીનીની બાકીના વર્ષોની શિષ્યવૃત્તિ મળે તેવી કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.

મોરબીના ભડિયાદ ગામે રહેતા મકવાણા મનોજભાઈ હમીરભાઈએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુઆત કરી હતી કે તેમની પુત્રી મીતલબેન ધો.11માં અભ્યાસ કરે છે જોકે તેમની પુત્રીએ વર્ષ 2015માં એન.એમ.એમ.એસની પરીક્ષા પાસ કરી હતી.આથી તેમને વર્ષ 2016માં ધો.9માં એન.એમ.એમ.એસની શિષ્યવૃત્તિ મળી હતી પરંતુ ધો.10 અને 11માં આ વિધાર્થીનીને શિષ્યવૃત્તિ મળી નથી.તેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.જેના આધારે મોરબી જિલ્લા પ્રાર્થમીક શિક્ષણાધિકારી એ રાજ્ય પરીક્ષા બોર્ડને રજુઆત કરી હતી કે,મોરબી જિલ્લામાં એન.એમ.એમ.એસ. અંતર્ગત તમામ લાભાર્થીઓના ફોર્મ ભરાઈ ગયા છે. જે વિધાર્થીઓની શિષ્યવૃત્તિ જમા નથી થઈ તેવા મીતલબેન મનોજભાઈ મકવાણા નામની વિધાર્થીની છે.તેણીને બે વર્ષની શિષ્યવૃત્તિ મળી ન હોવાથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરીને બાકીના વર્ષોની શિષ્યવૃત્તિ આપવા જણાવ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text