મોરબી જિલ્લામાં લોકસભા ચૂંટણીની કામગીરી માટે ૭ હજાર કર્મચારીઓની ફાળવણી

- text


જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણીની કામગીરીનો ધમધમાટ : આચારસંહિતાના અમલ માટે ૧૦ ફ્લાઈંગ સ્કવોર્ડ ફિલ્ડમાં ઉતરી

મોરબી : મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી લોકસભાની ચૂંટણીની કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.જેમાં મતદાનબુથની ફાળવણી કરી દેવામાં આવી છે અને લોકસભાની ચૂંટણીના કાર્ય માટે અંદાજે 7 હજારના સ્ટાફની ફાળવણી તથા તમામ ઓફિસર, સ્ક્વોડ, દિવ્યાંગ પોલિંગ સ્ટેશન, સખી પોલિંગ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.

દેશના ચૂંટણી પંચે લોકોસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે.તેથી મોરબી જિલ્લા વહીવટ તંત્રએ લોકસભાની ચૂંટણીની કામગીરીનો ધમધમાટ શરૂ કરી દીધો છે.મોરબી જિલ્લાના 328426 પુરુષ અને 357312 સ્ત્રી સહિત કુલ 745338 મતદારો મતદાન કરશે. લોકસભાની ચૂંટણી માટે મોરબી વિધાનસભા વિસ્તાર અને રાજકોટના ટંકારા અને વાંકાનેરના 912 મતદાન મથકો રહેશે જેમાં 190 શહેરી વિસ્તારોમાં અને 722 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન મથકો રહેશે.539 બિલ્ડીંગમાં 70 શહેરી વિસ્તાર અને 469 ગ્રામ્ય વિસ્તારોની બિલ્ડીંગ રહેશે.તમામ ઓફિસરોની તથા અંદાજે 7 હજાર કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે.તેમજ 10 ફ્લાઈંગ સ્કવોર્ડ, 10 સ્ટેટીક સર્વેલન્સ સ્ક્વોર્ડ, 3 વીડિયો સર્વેલન્સ સ્ક્વોર્ડ, 3 વીડિયો વ્યુઇંગ સ્ક્વોડ તથા જુદાજુદા નોડલ ઓફિસરોની નિમણુક કરવામાં આવી છે.

- text

ઉપરાંત મોરબી, વાંકાનેર અને ટંકારામાં સખી પોલીગ સ્ટેશન ઉભું કરાશે તમામ મહિલા સભ્યો ફરજ બજાવશે.એવી જ રીતે 3 વિકલાંગ પોલિંગ સ્ટેશનો ઉભા કરાશે જેમાં બને ત્યાં સુધી વિકલાંગ સ્ટાફ ફરજ બજાવે તેવા પ્રયાસો કરાશે. મતદાનના પાંચ દિવસ પહેલા સ્લીપનું વિતરણ કરી દેવાશે અને સ્થળાંતર કરેલા મતદારોનું નામ ન હોય તો જિલ્લા સંપર્ક સેન્ટર અથવા એન.જી.આર.એસની વેબસાઈટમાં કમ્પ્લેન કરી શકાશે. જિલ્લાના 912 મતદાન મથકોમાંથી 51 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. આ સંવેદનશીલ મતદાન મથકો પર સુરક્ષાની દ્રષ્ટિએ વિશેષ ધ્યાન દેવામાં આવનાર છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text