મોરબીના વાવડી રોડ ઉપર વિદેશી દારૂના 48 ચપલા સાથે એક ઝડપાયો

- text


વિદેશી દારૂના ચપલા સપ્લાય કરનાર શખ્સ ફરાર

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શક્તિધામ મંદિર સામે આવેલ બાવળની કાટમાંથી મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આરોપી ભાવિન કાનજીભાઈ મકવાણા રહે.શનાળા રોડ, હાઉસિંગ બોર્ડ મોરબી વાળાને વાઈટ લેસ વોડકા બ્રાન્ડ વિદેશી દારૂના 48 ચપલા કિંમત રૂપિયા 4800 તેમજ 1200 રૂપિયાના મોબાઈલ સાથે ઝડપી લીધો હતો. આરોપીએ પ્રાથમિક પૂછતાછમા દારૂનો આ જથ્થો સલીમ જુસબભાઈ કટિયા રહે.ઇદ મસ્જિદ રોડ મોરબી વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી સલીમને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

- text

- text