મોરબી : ચૂંટણીમાં તમામ પરવાનેદારના હથિયાર જમા ન લેવા કલેકટરને રજુઆત

- text


જરૂર જણાય તેવા પરવાનેદારોનું લિસ્ટ તૈયાર કરી તેમના જ હથિયાર જમા લેવાની માંગ

મોરબી : ચૂંટણીમા પરવાનેદારોના હથિયારો જમા ન લેવા બાબતે જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જરૂર જણાય તેવા પરવાનેદારોનું લિસ્ટ તૈયાર કરી તેમના જ હથિયાર જમા લેવાની માંગ ઉઠાવવામાં આવી છે.

મોરબીના સામાજિક કાર્યકર બીપીનભાઈ વ્યાસે જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે દરેક પરવાનેદાર ગુનેગાર કે રાજકીય પ્રવૃત્તિમાં સામેલ હોતા નથી. પરવાનેદાર પોતાની આત્મરક્ષાની જરૂરિયાતને ધ્યાને લઇ પરવાના વાળા હથિયાર રાખતા હોય છે. ચૂંટણીમાં દરેક પરવાનેદારોના હથિયારો જમા લેવાને બદલે પોલીસ ખાતા પાસેથી જરૂરી જણાય તેવા પરવાનેદારોનું લિસ્ટ મંગાવીને તેઓના જ હથિયાર જમા લેવામાં આવે તો પોલીસ ખાતાનું કામ પણ હળવું થઈ શકે તેમ છે. આ બાબતે યોગ્ય કરવામાં આવે તેવી માંગ છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text