મોરબી પંથકમાં સુપોષણ દિવસની ઉજવણી : સાયકલ રેલી અને માર્ગદર્શક કાર્યક્રમો યોજાયા

- text


સગર્ભા અને ધાત્રી માતાઓને એમોનિયા વિશે વિસ્તૃત સમાજ આપીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

મોરબી : મોરબી પંથકમાં આજે સુપોષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટીંબડી ગામે સાયકલ રેલી યોજવામાં આવી હતી. સાથે જવાહર પ્રા. શાળા દ્વારા પણ સાયકલ રેલી યોજાઈ હતી. ઉપરાંત ભડીયાદ ગામે માર્ગદર્શન આપવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકાર દ્વારા પોષણ પખવાડિયું તા. ૮ થી ૨૩ માર્ચ સુધી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબીના ટીંબડી ગામે આંગણવાડીથી સાઈકલ રેલી યોજવામાં આવી હતી. પોષણ અભિયાન અંતર્ગત પોષણ વિશેની જન જાગૃતતા કેળવાઈ તે માટે પોસ્ટર અને સૂત્રોચ્ચાર દ્વારા ગામ લોકોને આંગણવાડી વર્કર દિવ્યાબેન દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. આ રેલીમાં ટીંબડી ગામના સરપંચ, શાળાના બાળકો, આંગણવાડીના બાળકો તેમજ ગામ લોકો જોડાયા હતા.

- text

આ સાથે મોરબીના ભડિયાદ ગામે આવેલ બૌદ્ધનગર સોસાયટીમાં આંગણવાડી વર્કરો જયશ્રીબેન, વૈશાલીબેન પરમાર સહિતનાએ સાયકલ રેલીનું આયોજન કર્યું હતું. આ તકે મોટી સંખ્યામાં બાળકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જવાહર પ્રા. શાળામાં સુપોષણ દિવસ અંતર્ગત સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને કિશોરીઓને એમોનિયા વિશેની માહિતી વૈષ્ણવ આરતીબેન અને મહેતા ભવિષાબેન દ્વારા આપવામાં આવી હતી.

એનિમિયા (પાંડુરોગ) એ ૯%થી ઓછું લોહી લોહી હોય તેને એનીમિક કહેવામા આવે છે.તેની ઊણપ પૂરી કરવા માટે કિશોરી, સગર્ભા, ધાત્રી માતાઓને મહિનામાં ચાર વખત ગોળી આપવામાં આવે છે .૯% ઓછું લોહી હોય તેને બે ફોલિક એસિડની ગોળી આપવામાં આવે છે. આ ઉપરાંત લીલા શાકભાજી ,A&C વિટામિન વાળો ખોરાક,બાજરો,દાળ,મગફળી પણ ખાવું ઉત્તમ રહે છે. આમ એનિમિયા વિશેની વિસ્તૃત માહિતી અપાઈ હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text