મોરબી : સિવિલના તબીબોની રાજકીય માણસોના ઈશારે બદલી, કલેકટરને રાવ

- text


ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા , સ્વચ્છતા જાળવવા તેમજ કોલ્ડ સ્ટોરેજ સહિતની સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવાની સામાજિક કાર્યકરોની માંગ

મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં તબીબોની રાજકીય માણસોના ઇશારે બદલીઓ થઈ રહી હોવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકરોએ કલેકટરને આ બાબતે રાવ કરી છે. આ સાથે સિવિલની સ્વચ્છતા, ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા તેમજ કોલ્ડ સ્ટોરેજ સહિતની સુવિધાઓ તાત્કાલિક ઉપ્લબ્ધ કરાવવા સહિતની માંગ પણ ઉઠાવી છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઈ પંડયા અને જગદીશભાઈ બાંભણીયાએ જિલ્લા કલેકટરને રજુઆતમાં જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં ૧૫ વર્ષથી ફરજ બજાવતા ઓર્થોપેડિક ડો. જાની તેમજ સર્જન ડો. નાગરની અચાનક રાજકીય રાજ રમતના લીધે બદલી થઈ ગઈ છે. ત્યારે ખાલી થયેલ જગ્યા પર તુરંત જ નિમણૂક કરવામાં આવે તેવી માંગ છે.

- text

વધુમાં જણાવ્યું કે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઇએનટી, ચામડી અને મગજના ડોક્ટરો નથી. જેથી દર્દીઓને રાજકોટ ધક્કા ખાવા પડે છે. આ ઉપરાંત અહીં મૃતદેહ સાચવવા માટેનું કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં છે. ત્યારે મૃતદેહો સાચવવામા તકલીફ પડી હોવા છતાં તંત્રનું પેટનું પાણી હલતુ નથી. આ સાથે હોસ્પિટલમાં સફાઈના નામે મીંડુ છે. સિક્યુરિટી હોવા છતા પણ હોસ્પિટલમાં રઝળતા શ્વાનો ઘુસી જાય છે. આમ અનેક સમસ્યાઓએ સિવિલ હોસ્પિટલને ગ્રહણ લગાડ્યું છે. આ મામલે તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text