હળવદની ખારીનદીમાં ૧.૭૩ કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો

- text


૬પ,૧૮ર ઈંગ્લીશ દારૂ બોટલ તેમજ બિયર પર રોલર ફેરવી દેવાયું

આજરોજ હળવદ નજીક ખારીનદીના ડોકામેયળાના નાલા પાસે હળવદ પોલીસ દ્વારા વર્ષ ર૦૦૮થી અત્યાર સુધીમાં ઝડપાયેલા વિદેશી દારૂ પર રોલર ફેરવી દેવાયું હતું. હળવદ પોલીસના કબજામાં રહેલા ૬પ,૧૮ર દારૂની બોટલ તેમજ બિયર મળી કિ.રૂ.૧.૭૩ કરોડના દારૂનો મસમોટા જથ્થાનો નાશ કરાયો હતો. આ તકે મોરબી ડીવાયએસપી, રાજકોટ નશાબંધી અધિક્ષક, હળવદ પી.આઈ. સહિત મામલતદારની હાજરીમાં જંગી દારૂનો નાશ કરાયો હતો.
ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં ઠેરઠેર અંગ્રેજી શરાબનું ખુલ્લેઆમ વેંચાણ થતો હોય છે જેને ઝડપી પાડવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરાતી હોય છે જેમાં હળવદ પોલીસે વર્ષ ર૦૦૮થી શરાબનો કેટલોક જથ્થો તાલુકામાંથી જુદીજુદી જગ્યાએથી ઝડપી પડાયો હતો. જેમાં આજરોજ હળવદમાં પાછલા એક દસકાથી વધુ સમય દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂ તેમજ બિયરનો નાશ કરવામાં આવ્યો છે. આ તકે ડીવાયએસપી બન્નોબેન જાષી, રાજકોટ નશાબંધી અધિક્ષક, પી.આઈ. એમ.આર.સોલંકી, હળવદ મામલતદાર વી.કે. સોલંકી સહિતના અધિકારીઓની તેમજ પોલીસ સ્ટાફના કર્મીઓની હાજરીમાં હળવદ નજીક આવેલ ખારીનદીના ડોકામેયળાના નાલા પાસે જુદીજુદી બ્રાન્ડના અંગ્રેજી શરાબની બોટલ નંગ ૬પ,૧૮ર કિ.રૂ. ૧.૭૩ કરોડના વિદેશી દારૂના જથ્થાને નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text