મોરબી : શહીદ જવાનોના મોક્ષાર્થે સૌપ્રથમ વખત ભાગવત કથાનું આયોજન

- text


વિવિધ સંસ્થાઓ દ્વારા ભાગવત કથાના માધ્યમથી શહીદોના આત્માની શાંતિની સાથે લોકોમાં દેશભક્તિ જગાવવા માટે પ્રેરણાદાયી પહેલ

મોરબી : કાશ્મીરના પુલવામાં આંતકી હુમલામાં શહીદ થયેલા ભરતમાતાના વીર સપૂતોના આત્માને સદગતિ મળે તે માટે મોરબીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રેરણાદાયી કાર્ય હાથ ધરાયુ છે.જેમાં શહીદ જવાનોના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ ભાગવત કથાના માધ્યમથી શહીદ જવાનોના આત્માની શાંતિની સાથે શહેરીજનોમાં દેશભાવના જાગૃત કરવાનો સ્તુત્ય પ્રયાસ કરાશે

જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકવાદી હુમલામાં ભારતમાતાના વીર સપૂતો વીરગતિ પામતા સમગ્ર દેશભરમાં શહીદોને અવિરતપણે શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે.સમગ્ર દેશવાસીઓ ભારતમાતાના આ બહાદુર સપૂતોને કોટિકોટી વંદન કરી રહ્યા છે. ત્યારે મોરબીમાં સૌપ્રથમવાર શહીદોના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરાયું છે.મોરબી વિવિધ સેવાપ્રવૃતિઓ તથા રચનાત્મક પ્રવૃતિઓ કરીને શહેરીજનોમાં દેશભાવના જાગૃત રાખતી વિવીધ સંસ્થાઓ શહીદ જવાનોના આત્માને સદગતિ મળે તે માટે એક છત્ર નીચે આવી સહિયારો પ્રયાસ સાથે આ ભાગવત કથાનું પ્રેરણાદાયી કાર્ય હાથ ધર્યું છે. જેમાં સમસ્ત લાયન્સ પરિવાર , યંગ ઇન્ડિયા ગ્રુપ, નવયુગ પરિવાર, પાટીદાર નવરાત્રી મહોત્સવ, માતૃભૂમિ વંદના સેવા ટ્રસ્ટ, ગોશાળા યુવક મંડળ ગ્રુપ, પ્રેસ મીડિયા પરિવાર,તથા સમસ્ત મોરબીની દેશપ્રેમી જનતા દ્વારા આગામી તા.14 થી તા.20 માર્ચ સુધી દરરોજ રાત્રીના 8 થી 11 સુધી રત્નકલા ગ્રાઉન્ડ ,સમય ગેટ પાસે શનાળા રોડ મોરબી ખાતે શહીદોના મોક્ષાર્થે તથા શહેરીજનોમાં દેશભાવના જાગૃત કરવા માટે ભાગવત કથા યોજાશે અને જાણીતા યુવા કથાકાર શાસ્ત્રીજી નિખિલભાઈ જોશી કથાનું રસપાન કરાવશે. વધુ વિગતો માટે તુષારભાઈ દફ્તરી 98252 91313 અને સંજયભાઈ શેઠ 98982 94123 તથા સંજયભાઈ રૂપાલા 99254 10555 ઉપર સંપર્ક સાધવો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text