ટંકારા: આર્ય વિદ્યાલયમ ખાતે વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી

- text


“કૌશલ ભારત-કુશલ ભારત” કાર્યક્રમનું આયોજન કરાયું

ટંકારા: રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસને સાર્થક કરવા માટે ટંકારાના આર્ય વિદ્યાલયમ ખાતે “કૌશલ ભારત-કુશળ ભારત” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને શાળાના KG વિભાગના ભૂલકાઓને હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા નિર્મિત પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાયન્સ સીટી તથા બાળવિજ્ઞાન કેન્દ્રની પ્રતિકૃતિઓએ લોકોને મગજ કસવા માટે મજબુર કર્યા હતા. આ ઉપરાંત ભુલાઈ ગયેલા વારસાને ઉજાગર કરતો ગ્રંથ પ્રદર્શન કક્ષ અને ભાષાની જનની સંસ્કૃતને નજીકથી ઓળખવાનો લ્હાવો બાળકો તથા વાલીઓને પણ મળ્યો હતો. આપણી ધરોહર મનાતા ‘યજ્ઞ’નું મહત્વ, રચના, સામગ્રી, સમિધા, કુંડ, આચમન વગેરેની માહિતી ઉપરાંત IQ ટેસ્ટ માટે ગાણિતિક કોયડાઓ પણ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજસ્થાની સંસ્કૃતિને દર્શાવતી કઠપૂતળી અને કુંભારના ચાકને નિહાળીને સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા. શહીદોને પુષ્પાંજલિ આપી તમામ મુલાકાતીઓએ શહીદોના પરિવાર માટે પ્રાર્થનાઓ કરી હતી તથા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરીને માનવસેવાનું ઉત્તમ કાર્ય કર્યું હતું.

- text

આ કાર્યક્રમને આશરે 2800 જેટલા બાળકો તથા લોકોએ નિહાળ્યો હતો અને બાળકોના કૌશલ્ય માટે અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આર્ય વિદ્યાલયમ પરિવારે જહેમત ઉઠાવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text