મોરબી : બોરીયાપાટી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબીમાં લીલાપર કેનાલ રોડ ખાતે આવેલી બોરીયાપાટી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ખૂબ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે શાળાના ધોરણ ૬ થી ૮ના બાળ વૈજ્ઞાનિકોએ ૩૫ જેટલા વિવિધ પ્રયોગો રજૂ કર્યા. વિજ્ઞાન દિવસની ઉજવણીમાં શાળાના કુલ ૭૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ તકે વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પાછળ કામ કરતા સિદ્ધાંતિક નિયમોને ઉજાગર કરતા વિવિધ પ્રયોગોના ડેમો રજૂ કર્યા હતા. આ પ્રયોગોને રજૂ કરતા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે વૈજ્ઞાનિક સિદ્ધાંતો પાછળ કામ કરતા નિયમો વિશે જાણીને દર્શક વિદ્યાર્થીઓમાં અનેરો રોમાંચ જોવા મળતો હતો. કાર્યક્રમને હેતુ લક્ષી બનાવવામાં શાળાના શિક્ષકો તેમજ અન્ય સ્ટાફગણે જહેમત ઉઠાવીને કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેઓની મહેનતે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text