મોરબી : ૧૭ એકમો સાથે છેતરપીંડીના કેસમાં વધુ ૩ આરોપીઓ બે દિવસની રિમાન્ડ પર

- text


 

અગાઉ ઝડપાયેલા આરોપીની વધુ બે દિવસની રિમાન્ડ મંજુર

મોરબી : મોરબીના ૧૭ સિરામિક એકમો સાથે ૨.૯૬ કરોડની છેતરપીંડી કરવા મામલે એલસીબી ટીમે અગાઉ એક આરોપી ઝડપ્યા બાદ વધુ ત્રણ આરોપીને પકડી પાડ્યા છે. આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે.

મોરબીના સીરામીક કારખાનેદાર વિશાલ અમૃતિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના સિરામિક એકમ સહીત કુલ ૧૭ ફેક્ટરી સાથે આરોપી રવિ કિશોર પાઉં દ્વારા ૨.૯૬ કરોડની છેતરપીંડી કરવામાં આવી હતી.આ ફરિયાદને પગલે એલસીબી ટીમે તપાસ ચલાવી આરપી રવિ પાઉંને ઝડપી લીધો હતો તેમજ આરોપીની રિમાન્ડ દરમિયાન સઘન પૂછરપછ કરતા અન્ય આરોપી જેમાં રવિ પાઉંનો ભાઈ સચિન પાઉં, માનસિંગ બિશ્નોઈ અને ગણપતલાલ જૈન રહે બંને મુંબઈવાળા એમ વધુ ત્રણ આરોપીના નામ ખુલતા એલસીબીએ ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા.

- text

આ સાથે રવિ પાઉંના રિમાન્ડ પૂર્ણ થતા તેના ફર્ધર બે દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે જયારે ઝડપાયેલા ત્રણ આરોપીના બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે. ચારેય આરોપીઓની રિમાન્ડ દરમીયાન તેઓએ અત્યાર સુધીમાં કરેલા ગુનાની વિગતો બહાર આવશે.

- text