વાંકાનેર : પ્રેમમાં મોહભંગ થતા પ્રેમી સાથે ભાગેલી બે બહેનો પરત ફરી

- text


વાંકાનેર પોલીસે બન્ને બહેનોને પિતાને સોંપી દીધી

વાંકાનેર : વિજાતીય પાત્રો વચ્ચેના પ્રેમના મૂળ ભાવ ત્યાગ અને સમર્પણને જે સમજી જાય છે તેનો બેડોપાર થઈ જાય છે. શારીરિક આકર્ષણને જેઓ પ્રેમ સમજી બેસે છે તેની જીવનનૌકા મધધરીયે ડૂબી જાય છે.આવાજ એક કિસ્સામાં વાંકાનેરમાં રહેતી બે બહેનો પ્રેમમાં પાગલ થઈને તેના પ્રેમીઓ સાથે નાસી છૂટ્યા બાદ જીવનની કડવી વાસ્તવિકતા સામે આવતા પ્રેમનો મોહભંગ થયો હતો.અને બન્ને બહેનો પિતાના ઘરે પાછી ફરી છે.

- text

વાંકાનેર સીટી પોલીસ પાસે મળતી આ બનાવની વિગતો મુજબ વાંકાનેરના વધાસિયા ગામની સિમમાં રહેતા શ્રમિક પરિવારની બે સગી બહેનો એકાદ વર્ષ પૂર્વે પ્રેમ સંબંધ બંધાતા બે યુવકો સાથે ઘર છોડીને જતી રહી હતી. આ બન્ને બહેનોને તેમના પ્રેમીઓ સાથે લગ્ન પણ કરી લીધા હતા. પરંતુ બંને બહેનોને પોત પોતાના પતિઓ સાથે ન ફાવતા અંતે પિતાના ઘરે પરત ફરી છે. આમ અંતે બન્ને બહેનોએ પ્રેમમા ડૂબી ગયા બાદ વાસ્તવિકતાનો ખ્યાલ આવતા જે પિતાનું ઘર તરછોડ્યું હતું. તે જ ઘરનો ફરી આશરો લીધો છે.

- text