શહીદ થયેલા જવાનોને હળવદવાસીઓએ આપી શ્રધ્ધાંજલિ

- text


હળવદના શાળા સંચાલકો-વિદ્યાર્થીઓ તથા ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ અને રાજકીય આગેવાનો મૌન રેલીમાં જોડાયા

હળવદ : કાશ્મીરમાં ગુરૂવારે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને સમગ્ર ભારતદેશે શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે. જેમાં આજે હળવદની વિવિધ સંસ્થાઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ સંચાલકો સહિત રાજકીય આગેવાનોએ મૌન રેલીનું આયોજન કર્યું હતું અને આ રેલીમાં બહોળી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમીઓ જાડાયા હતા. આ તકે વિનોબા ગ્રાઉન્ડ મધ્યે દેશભકતો ઉપસ્થિત રહી બે મિનિટ મૌન પાડી વીર શહિદોને શ્રધ્ધાંજલિ આપી હતી.

તા.૧૪/રના રોજ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સીઆરપીએફના વીર જવાનો પર બર્બરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર દેશમાં ઠેરઠેર આક્રોશ જાવા મળ્યો હતો અને ગત મોડી રાત્રે દેશના જુદાજુદા શહેરોમાં રાષ્ટ્ર પ્રેમ સાથે કેન્ડલ માર્ચથી શ્રધ્ધાંજલિ અપાઈ હતી. જેમાં આજરોજ હળવદના તમામ શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્ટાફગણ, વેપારીઓ તથા નગરજનો સહિત રાજકીય આગેવાનો તેમજ વિવિધ સંસ્થાના લોકો દ્વારા શહેરના શરણેશ્વર મંદિરેથી વિનોબા ગ્રાઉન્ડ સુધી મૌન રેલી સ્વરૂપે નીકળી હતી. અને શહેરના મુખ્ય માર્ગો પર આ રેલી ફરી વિનોબા ગ્રાઉન્ડ મધ્યે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દેશ માટે શહીદી વ્હોરી લેનાર શહીદ થયેલા વીર જવાનોના પરિવાર સાથે સમગ્ર દેશ ખભે-ખભે મિલાવીને ઉભો છે અને શહિદોના પરિવારોને સાંત્વના પાઠવી રહ્યા છે. આ તકે ઉપસ્થિત તમામ દેશભકતોએ મામલતદારને એક આવેદન પાઠવતા જણાવ્યું હતું કે, કાશ્મીરમાં થયેલા બર્બરતાપૂર્ણ આતંકી હુમલાનો બદલો ક્રુરતાપૂર્ણ લેવામાં અને જવાનોના એક એક બુંદ લોહીનો બદલો લઈને પાકિસ્તાનને પાઠ ભણાવવામાં આવે અને આ દેશ પ્રેમ સાથે તમામ હળવદવાસીઓ એકજુટ છે તેમજ તન, મન અને ધનથી તમામ લોકો ભારત સરકારની સાથે છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text