મોરબી : રફાળેશ્વર નજીક નોનવેજનો થડો પડાવી લેવા યુવાનની હત્યા થયાનું ખુલ્યું

- text


નોનવેજનો થડો પડાવી લેવા બાબતે 10 શખસો ઘાતક હથિયારો સાથે તૂટી પડ્યા હતા : યુવાનનું મોત થતા 10 સામે હત્યાના ગુનો નોંધાયો

મોરબી : મોરબીના રફાળેશ્વર પાસે મોડી રાત્રીના સમયે નોનવેજનો થડો પડાવી લેવા મામલે 10 શખસો ઘાતક હથિયારોથી યુવાન પર તૂટી પડ્યા હતા. આ જીવલેણ હુમલામાં યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવને પગલે 10 શખસો સામે હત્યાનો ગુનો નોંધાતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ હુમલાના બનાવમાં અન્ય બે યુવકને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીના રફાળેશ્વર ગામ નજીક ખોડિયાર માતાજીના મંદિર પાસે હાઇવે પર ગઈકાલે રાત્રીના સમયે નોનવેજના ધંધાર્થીઓ વચ્ચે જૂની અદાવતમાં બોલાચાલી થયા બાદ મામલો બીચકાયો હતો. જેમાં એક જૂથના દશ જેટલા શખ્સોએ તલવાર, પાઇપ, ધારીયા લાકડી જેવા ઘાતક હથિયારો સાથે સૈયદ મૈયાભાઈ જેડા નામના યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ધવાયેલા આ યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. બાદમાં તેના મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યારે આ હુમલાની ઘટનામાં બે યુવાનને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમને મોરબી સિવિલ હોસ્પિટલે પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવના પગલે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકઠા થયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

- text

દરમ્યાન આ બનાવ અંગે મૃતકના સગા મોરબીના વિશિપરામાં આવેલા કુલીનગરમાં રહેતા ઇમરાનભાઈ કરીમભાઈ જેડાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ કાસમ ઇશાક મોવર, ઇશાક હબીબ જામ, હબીબ ઇશાક જામ, અબીબ ઇશાક જામ, અનવર ઇશાક જામ તથા બીજા પાંચ અજાણ્યા શખ્સોએ તેમના નોનવેજના થડાને પડાવી લેવા બોલાચાલી કરીને તલવાર, ધારીયા જેવા તિક્ષિણ હથિયારોથી હુમલો કરીને સૈયદ જેડાની હત્યા કરી નાખી હતી. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text