મોરબી સરકારી આરોગ્ય કર્મચારીઓની ૧૫ ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની હડતાલ

- text


પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આરોગ્ય કર્મચારી મહાસંઘે સરકાર સામે રણશિંગુ ફૂંકયું

મોરબી : ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અગાઉ તારીખ ૨૦/૧૨/૧૮ના રોજ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી , પંચાયત મંત્રીને રૂબરૂ આપવામાં આવેલ આવેદનમાં જુદા જુદા અતિ મહત્વના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા અંગે રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆતમાં આવનારા દિવસોમાં આંદોલનની નોટિસ આપવા છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની સકારાત્મક કાર્યવાહી કરવામાં ના આવતા આ મહાસંઘની મળેલ તાકીદની કારોબારી સભામાં લેવાયેલ નિર્ણય અને ઠરાવ અનુસાર તારીખ ૨૧/૦૧/૧૯ થી રાજ્ય વ્યાપી આંદોલન અંગેના વિવિધ કાર્યક્રમો તબક્કાવાર રાજ્યના તમામ વર્ગના આરોગ્ય કર્મચારીઓ દ્વારા આપવામાં આવનાર છે. જેની રૂપરેખા કર્મચારી મહામંડળે જાહેર કરી છે.

જે મુજબ તા. ૨૧/૦૧/૧૯ થી તા. ૨૫/૦૧/૧૯ સુધી તમામ આરોગ્ય કર્મચારી કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે.

તા. ૨૮/૦૧/૧૯ના રોજ આરોગ્ય કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે પરંતુ કોઈ પણ પ્રકારનું રિપોર્ટિંગ તાલુકા, જિલ્લા, રાજ્ય કક્ષાએ નહિ કરે.

- text

તા. ૦૬/૦૨/૧૯ના રોજ માસ સી.એલ. મૂકી જિલ્લા મથકે રામધૂન,સફાઈ કામગીરી અને દેખાવો કરશે.

તા. ૧૫/૦૨/૧૯થી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે.

ઉપર મુજબની જાહેરાતથી સરકારના પગ નીચે રેલો આવ્યો છે.આગામી દિવસોમાં આવનાર લોકસભાની ચૂંટણી પહેલા જો સરકારી આરોગ્ય સુવિધા ખોરવાય જાય તો સરકારી ઇમેજને બહુ મોટું નુકસાન થઈ શકે છે. ઉપરાંત વિપક્ષોને લગે હાથ એક મુદ્દો મળી જાય એમ હોવાથી સરકાર તરફથી આરોગ્ય કર્મચારીઓની માંગણી માટે સકારાત્મક પગલાં લેવાશે એવું હાલ પૂરતું મનાઈ રહ્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text