ટંકારામાં તસ્કરોનો તરખાટ : પાંચ તસ્કરો સીસીટીવીમાં કેદ

- text


ગેસ એજન્સીમાંથી રોકડ, લેપટોપ અને મોબાઈલ લઈ ગયા

ટંકારા : ટંકારામાં તસ્કરોએ તરખાટ મચાવી છેવાડા વિસ્તારમાં આવેલી ગેસ એજન્સીની ઓફિસને નિશાન બનાવી હતી અને રોકડા, લેપટોપ અને મોબાઇલ લઈ છુંમંતર થઈ ગયા હતા. જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જેમાં પાચ જેટલા ચોર સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ટંકારામાં તસ્કરોએ સુમસામ ભાસતા અમરાપર રોડ ઉપર આવેલી આર્ય ગેસ એજન્સીને નિશાન બનાવી હતી, ગતરાત્રિના એકાદ વાગ્યાના સુમારે પાંચ જેટલા તસ્કરો ઓફિસનું શટર તોડી લેપટોપ, મોબાઈલ અમે 30 હજારની પરચૂરણ ચોરી કરી અંધારામાં ઓગળી ગયા હતા

જોકે આ ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે, સવારે જ્યારે એજન્સીના માલિક ઓફિસે પહોંચ્યા ત્યારે શટર ટુટેલા જોઈ ચોરી થયાનું માલુમ પડતા પોલીસને જાણ કરી હતી પોલીસે બનાવની જગ્યા પર તપાસ હાથ ધરી છે જોકે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાવી નથી.

 

પ્રાથમિક વિડિયો જોતા આ તસ્કરો સારા શુટ બુટમા નજરે પડે છે અને અગાઉ રેકિ કરી ને ચોરીના ગુન્હાને અંજામ આપ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text