હળવદ શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત ચાર પત્તા ટીંચતા પકડાયા : ચાર ફરાર

- text


પોલીસે રૂ. ૨૨ હજારની રોકડ મળી કુલ રૂ. ૯૨ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

હળવદ : હળવદની સીમમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી પત્તા ટીંચતા ચાર શખ્સોને રૂ. ૨૨ હજારની રોકડ મળી કુલ રૂ. ૯૨ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે અન્ય ચાર શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદમા ખારી તરીકે ઓળખાતી સિમમા ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને જુગાર રમતા હળવદ શહેર ભાજપના ઉપપ્રમુખ મુકેશભાઇ ભગવાનજીભાઇ ધારીયા , ગુલાબમહમદ ઇબ્રાહીમભાઇ ઘાંચી, જીતેન્‍દ્રભાઇ નવનીતભાઇ જોષી અને સચીનભાઇ ચંદુભાઇ જેતપરીયાને રૂ. ૨૨,૬૦૦ની રોકડ તેમજ ત્રણ બાઇક મળીને રૂ. ૯૨,૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

- text

જ્યારે જુગાર રમતા અન્ય શખ્સો અશોકભાઇ કોળી, હરેશભાઇ ઉર્ફે હરીમામા પારેજીયા, દિલો રાજપુત અને સુરેશભાઇ પટેલ નાશી જવામાં સફળ રહ્યા હતા.પોલીસે આ તમામ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text