મોરબી : રહેણાક મકાનમાંથી 455 નંગ ચપલા ઝડપાયા

- text


બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા આરોપી ફરાર

મોરબી : મોરબીના વિસીપરા વિસ્તાર આવેલા કુલીનગરના રહેણાક મકાનમાં બી ડિવિઝન પીલિસે છાપો મારીને 455 નંગ દારૂના નાના ચપલા ઝડપી લીધા હતા. જોકે પોલીસની રેડ દરમ્યાન અરોપી ફરાર થઈ જતા પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલા કુલીનગરમાં રહેતા રજાકભાઈ કાદરભાઈ મિયાણાના મકાનમાં દારૂ છુપાવેલો હોવાની ચોક્કસ બાતમી મળતા બી ડિવજન સર્વેલન્સ ડી સ્ટાફ આજે બપોરે કુલીનગરમાં રહેતા આ આરોપીના મકાનમાં ત્રાટક્યો હતો અને તેના મકાનમાંથી ₹45500ની કિંમતના 455 દારૂના નાના ચપલા કબજે કર્યા હતા.પોલીસના દરોડા સમયે આરોપી ફરાર થઇ જતાં પોલીસે તેની સામે આ અંગે ગુનો નોંધીને તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text