મોરબી સાર્થક વિદ્યામંદીરમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે મિશન માર્ચ સેમિનાર યોજાયો

- text


મોરબી:આજની શિક્ષણ પદ્ધતિ ઘણી આધુનિકતા તરફ જઈ રહી છે.હજુ પણ શિક્ષણ વ્યવસ્થાનો સંક્રાન્તિકાળ જ ચાલી રહ્યો છે. વિદ્યાર્થીએ માત્ર શાળાએ જવા પૂરતા સીમિત રહેવાના બદલે કોચિંગ કલાસોનો રાફડો ફાટ્યો છે.પૂરતા માર્ગદર્શનને અભાવે વિદ્યાર્થી પરીક્ષાખંડમાં નાસીપાસ થઈને સો ટકા પરફોર્મન્સ આપી શકતો નથી, આવા સમયે સાર્થક વિદ્યામંદિર દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર પરિક્ષાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવાનો સાર્થક પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જેમાં ધો.૧૦ અને ૧૨ની આગામી બોર્ડની પરીક્ષામાં બાકી રહેલા અલ્પ સમયમાં કેવી રીતે તૈયારી કરવી તે અંગે મહત્વપૂર્ણ વર્કશોપ સેમિનાર યોજાયો હતો. વિવિધ વિષયોનો વર્ષોનો અનુભવ ધરાવતા શિક્ષકો અને તજજ્ઞોએ આ અંગે માર્ગદર્શન આપ્યું હતું. પરીક્ષાના સમયે તણાવ મુક્ત કેમ રહેવું,પેપર માં સારી રીતે રજુઆત કઈ રીતે કરવી,બાકી રહેલા સમયનું શ્રેષ્ટ આયોજન કઈ રીતે કરવું, વગેરે મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.હકારાત્મક વિચારસરણી થકી ઉચ્ચતમ પરિણામ કઈ રીતે મેળવવું તે અંગે ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતુ.

સાર્થક વિદ્યામંદીરના આચાર્ય, ગુરુજનોના આ પ્રયત્નોથી ચોક્કસ સારા પરિણામ મળશે તેવી શુભકામનાઓ શાળાના મુખ્ય સંચાલક શ્રી. કિશોરભાઈ શુકલએ આપી હતી.

- text

- text