ટંકારાને સૌની યોજના મારફત પાણી આપવા કોંગી પ્રમુખ ગોધાણીની મામલતદારને રજૂઆત

- text


ઓછા વરસાદના કારણે પશુપાલકોની હાલત કફોડી બની, માલઢોરની તરસ છીપાઈ તેટલુ પાણી આપવાની માંગ

ટંકારા : ટંકારામાં મેઘરાજા મહેરબાન થયા ન હોય ઓછા વરસાદને કારણે ખેડૂતોએ તો ભારે નુકશાનનો સામનો કરવો પડયો છે પરંતુ માલધારી પરિવારને આર્થિક અને માલઢોરનું નુકસાન ન થાય એ માટે સરકાર દ્વારા ટંકારાના પસાર થતી સૌની યોજનામાંથી ઢોરઢાંખર પી શકે તેટલું પાણી આપવા કોંગ્રેસ પ્રમુખ ભુપત ગોધાણીએ મામલતદાર પંડયાને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યા પ્રમાણે આજી ૩ જામનગરને પાણી તો મળે છે પણ ટંકારા ને તરસ્યા રહેવુ પડે છે ત્યારે સૌની યોજના માં સૌને ન્યાય થાય એ માટે સરકાર મચ્છુ-૨ ની પાઈપ લાઈનમાંથી ડેમી-૨-૩ અને બંગાવડી ને પાણી આપે જ્યારે આજી-૧ની પાઇપલાઇનમાંથી ડેમી ૧ મિતાણા ને પાણી આપવાની લેખિત રજૂઆત કરી છે

- text

અત્રે ઉલ્લેખનીય છે કે હજુ શિયાળા માજ તમામ પાણીના સ્ત્રોત ડુબકી મારી ગયા છે આવા સંજોગોમાં ઉનાળો કેમ નિકળશે. જો સરકાર પાણી નહી છોડે તો પશુધન ને પિવાના પાણી માટે વલખાં મારવા પડશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text