મોરબીમા ૫ હજાર કુયડા બનાવીને તેમાંથી દિલ્હી ખાતે ગાંધીજીના ભીતચિત્રનું નિર્માણ કરાશે

- text


ખાદી ગ્રામોદ્યોગ વિભાગનું આયોજન : મોરબીમાં દેશભરના ૧૫૦ કુંભાર કારીગરો દ્વારા કુયડા બનાવવાના કામનો પ્રારંભ

મોરબી : ખાદી ગ્રામોદ્યોગ દ્વારા ૫ હજાર કુયડા બનાવીને તેમાંથી દિલ્હી ખાતે ગાંધીજીનું વિરાટ ભીતચિત્ર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામ માટે મોરબીની પસંદગી કરવામાં આવી છે. જેથી આજથી વિવિધ રાજ્યોમાંથી મોરબી આવેલા કુંભાર કારીગરો દ્વારા માટીના કુયડા બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

નવી દિલ્હી ખાતે આવેલ મ્યુનિસિપલ કમિશ્નર કચેરીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું વિરાટ ભીતચિત્ર મુકવામાં આવનાર છે. આ વિરાટ ભીતચિત્રનું નિર્માણ ૫ હજાર માટીના કુયડામાંથી થવાનું છે. ખાદી ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા આ કુયડાઓ બનાવવા માટે મોરબી શહેરની પસંદગી કરવામાં આવી છે. મોરબીની માટી ચીકણી હોવાથી આખા દેશમાંથી મોરબી શહેરની પસંદગી કરવામાં આવી છે.

૫ હજાર કુયડાઓ બનાવવા માટે દેશભરમાંથી ૧૫૦ કુંભાર કારીગરોની પસંદગી કરવામાં આવી છે. આ કારીગરોએ મોરબી પહોંચીને આજથી કુયડા બનાવવાના કામનો શુભારંભ કરી દીધો છે. આ કામગીરી આગામી તા. ૧૧મી સુધી ચાલવાની છે. પાંચ દિવસ દરમિયાન કુંભાર કારીગરો ૫ હજાર કુયડાઓનું નિર્માણ કરશે. બાદમાં આ કુયડાઓને ન્યુ દિલ્હી ખાતે પહોંચાડવામાં આવશે. જ્યા મ્યુનિસિપલ કમિશ્નર કચેરી ખાતે આ કુયડામાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ૫૦ ફૂટ × ૩૦ ફૂટ સાઈઝનું વિરાટ ભીતચિત્ર બનાવવામાં આવશે.

કુંભાર કારીગરો દ્વારા હાથ ધરવામાં આવનાર આ કામને ખાદી ગ્રામોદ્યોગ કમિશનના ચેરમેન વિનયકુમાર સક્સેનાએ લીલીઝંડી આપી હતી. આ તકે ખાદી ગ્રામોદ્યોગ કમિશનના નિર્દેશક સંજય દેઆઉ, એસ.પી. મિશ્રા, કલેકટર આર.જે. માકડીયા, ડે. કલેકટર ખાચર અને માજી ધારાસભ્ય ગોકળદાસ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે ન્યુ દિલ્હી ખાતે વિરાટ ભીતચિત્ર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં આ આર્ટના નિર્માણ થકી કુંભાર કારીગરોને પણ પ્રોત્સાહન મળે તેવું સુચારુ આયોજન ખાદી ગ્રામોદ્યોગ દ્વારા હાથ ધરાયુ છે. મોરબીની માટી ચીકણી હોય, તે માટે ભૂતચિત્રમાં ઉપયોગમા લેવાનાર કુયડાના નિર્માણ માટે મોરબીની પસંદગી કરવામાં આવી છે. વિરાટ ભીતચિત્રનું આગામી ૩૦ જાન્યુઆરીના રોજ ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે અનાવરણ કરવામાં આવશે

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text