મોરબી જિલ્લાના પેન્શનર સમાજની પાંચમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ સરકાર પેન્શનરોના પ્રશ્નની પ્રત્યે ઉદાસીન છે: એસ. એન. જોશી

- text


મોરબી: મોરબી જિલ્લા પેન્શનર સમાજની પાંચમી વાર્ષિક સાધારણ સભા આજરોજ યોજાઈ ગઇ હતી જેમાં ૩૮ પેન્શનરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ વાર્ષિક સભામાં ગુજરાત પેન્શનર સભાના પ્રમુખ એસ. એન. જોશી, જિલ્લા તિજોરી અધિકારી બી. કે. પાઘડાળ, જિલ્લા નિરીક્ષક આર. જે. માંડલિયા, જિલ્લા નિરીક્ષક અધિકારી (રાજકોટ) કીર્તિબા વાઘેલા, નિહારિકાબેન ગોહેલ ઉપરાંત મોટી સંખ્યામાં દાતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા પેન્શનર સમાજમાં ૪૫૦૦ જેટલાં પેન્શનરો નોંધાયેલા છે, જેમાંથી ૩૮ પેન્શનરોનું સન્માન કરાયું હતુ. આ તકે એસ. એન. જોશીએ પેન્શનરોને પડતી મુશ્કેલીઓ અને પડતર પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેઓએ એમ પણ કહ્યું હતું કે સરકાર પેન્શનરોનાં પ્રશ્નો પ્રત્યે ઉદાસીન વલણ ધરાવે છે, તેમનાં વણઉકેલ્યા પ્રશ્નોનો કોઈ ઉકેલ લાવતી નથી અને સરકાર પેન્શનરો ને બોજ માને છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મગનભાઈ વરાસરા(પ્રમુખ), શશીકાંતભાઈ બુદ્ધદેવ, લક્ષ્મીરામભાઈ રામાવત સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text