મોરબીમાં વિધવા બહેનોને પગભર બનાવવા મંગળવારે માર્ગદર્શન સેમિનાર

- text


ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને લાયન્સ કલબ આયોજિત સેમિનારમાં વિધવા મહિલાઓને પગભર બનાવવા પૂરતી મદદ કરાશે

મોરબી : મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને લાયન્સ કલબ દ્વારા આવતીકાલે મંગળવારે વિધવા બહેનોને પગભર બનાવવા માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં વિધવા બહેનોને પગભર બનાવવાના વિશેષ માર્ગદર્શન સાથે મદદ પણ કરવામાં આવશે.

મોરબીમાં દરબારગઢ પાસે આવેલ રામમહેલ મંદિર ખાતે આવતીકાલે મંગળવારે સાંજે ૫ વાગ્યે ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ અને સીટી દ્વારા વિધવા બહેનોને પગભર બનાવવા માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં એલઇડી બલ્બનું વેચાણ તેમજ અગરબત્તી, અથાણા સહિતના ગૃહઉદ્યોગ વિશે માહિતી આપવામાં આવશે.

- text

આ સાથે સેમિનારમાં વિધવા બહેનોને ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવામાં મદદ કરવામાં આવશે. ઉપરાંત બાળકોને શાળાએથી લેવા- મુકવા જવાના પરિવહનના ધંધામાં તેઓને ઇકોકાર ખરીદવામાં મદદ પણ કરવામાં આવશે. શાળાઓના ટ્રસ્ટીઓ સાથે વાટાઘાટ કરીને વિધવા બહેનોને ઇકો ચલાવવામાં અગ્રતા અપાવવામાં આવશે.સાથે આર્ટિફિશયલ જવેલરી કેમ બનાવવી તેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ સેવાકાર્ય વિશ્વ પ્રસિધ્ધ સેવાભાવી સંસ્થા એન.આર.ડે. ફાઉન્ડેશનના સહયોગથી હાથ ધરવામાં આવશે.

 

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text