વાંકાનેરમાં દેશી ભડાકા સાથે એક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે તરકિયા ગામની સીમમાંથી ચોટીલાના નાળિયેરી ગામના શખ્સને દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લીધો હતો.

વાંકાનેર તાલુકા પો.સબ.ઇન્સ બી.ડી.પરમાર,
પો.હેડ.કોન્સ. ધર્મેન્દ્રસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા તથા પો.કોન્સ. દર્શિત વ્યાસ અને જગદીશ ગાબુ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સબ.ઇન્સ. શ્રી બી.ડી.પરમારને ખાનગી બાતમી હકીકત મળેલ કે વાંકાનેર તાલુકાના દારૂના જુદા જુદા ગુન્હામાં સંડોવાયેલ આરોપી
ભુપતભાઇ દેવશીભાઇ મકવાણા રહે.તરકીયા ગામની સીમ વાળો હાલે તેના રહેણાંકની બાજુમાં આવેલ વાડામાં બંદુક જેવા હથીયાર સાથે હાજર છે.

- text

બાદમાં બાતમીને આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચતા આરોપી ભુપતભાઇ દેવશીભાઇ મકવાણા, રહે.તરકીયા ગામની સીમમાં તા. વાંકાનેર મૂળ રહે. નારીયેળી તા.ચોટીલા, જી. સુરેન્દ્રનગર વાળાને ગેરકાયદેસર દેશી હાથ બનાવટી જામગરી બંદુક) કી.રૂ. ૧૦૦૦ વાળી સાથે પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આર્મસ એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરાવેલ હતો.

- text