મોરબીમાં જલારામબાપાનો આઠ ફૂટનો રોટલો બનાવી રેકોર્ડ

- text


40 કિલો બાજરાનો લોટ, 10 કિલો ઘી, અને સુકામેવા સહીત 60 કિલોગ્રામનો રોટલો બનાવી લોહાણા સમાજે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડીયામા સ્થાન મેળવ્યુ : રોટલાની શોભાયાત્રા યોજાઈ

મોરબી : આજે પૂ.જલારામબાપની 219મી જન્મજયંતિ પ્રસંગે મોરબી લોહાણા સમાજ દ્વારા 8 ફૂટનો મહાકાય બાજરીનો રોટલો બનાવી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા બુકમાં સ્થાન મેળવ્યું હતું.

જલારામ મંદિર મોરબી અને લોહાણા સમાજ દ્વારા પૂજ્ય જલારામબાપાની 219મી જન્મજયંતિ નિમિતે આઠ ફૂટનો રોટલો બનાવી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા બુકમાં સ્થાન મેળવ્યું છે. લોહાણા સમાજના અગ્રણી નિર્મિતભાઈ કક્કડના જણાવ્યા મુજબ આ આઠ ફૂટનો રોટલો બનાવવમાં 40 કિલોગ્રામ બાજરીનો લોટ, 10 કિલોગ્રામ શુદ્ધ ઘી, ત્રણ-ત્રણ કિલોગ્રામ કાજુ,બદામ અને કિસમિસ સહિતની સામગ્રી ઉપયોગ કરવામાં આવી હતી.

- text

દરમિયાન ગઈકાલે રાત્રીના વિશાળ કદની લોઢી ઉપર આ રોટલો બનાવવા માટે 15 થી 20 લોકોએ સતત જહેમત ઉઠાવી આ મહાકાય રોટલો વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા બુકની ટીમની હાજરીમાં બનાવવાનું શરૂ કરી સુંદર આકર્ષક રોટલો તૈયાર કર્યો હતો અને આજે સવારે જલારામ મંદિરથી નગરદરવાજા ચોક સુધી રોટલાની શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી અને વીશાળ કદનો રોટલો બનાવવાની સિદ્ધિ મોરબી લોહાણા સમાજના નામે નોંધાઈ હતી.

 

- text