મોરબીમાં બુટલેગર નંગ દેવા આવ્યોને પ્યાસી પણ ઝડપાયો

- text


લાલપરી હરિ ચેમ્બર નજીક પોલીસે વોચ ગોઠવી ૨૮,૬૦૦ ના મુદામાલ સાથે બે ને આબાદ ઝડપ્યા

મોરબી : મોરબીના લાલપર નજીક આવેલ એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ નજીક તાલુકા પોલીસે વોચ ગોઠવી દારૂની ડિલિવરી દેવા આવેલા બુટલેગર અને પ્યાસીને રંગે હાથ ઝડપી લઈ બુટલેગર પાસેથી એક પેટી વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે બુટલેગર નિતેષભાઇ બચુભાઇ કોળી, ઉવ.૨૭ ધંધો.મજુરી રહે.હાલ લાલપર ગામની સીમમાં તરશીભાઇની વાડીમાં
તા.જી.મોરબી મુળ રહે.માથક ગામ તા.હળવદ જી.મોરબીવાળો રાત્રીના પોણા નવેક વાગ્યે લાલપરની હરિ ચેમ્બર નજીક વિશાલભાઇ અરવિંદભાઇ કણસાગરા, ઉવ.૨૮ ધંધો.ડ્રાઇવિંગ રહે.લાલપર હરી ચેમ્બર દુકાન નં.૨૬ તા.જી.મોરબી, મુળ રહે.બુરી તા.માણાવદર જી.જુનાગઢવાળને વિદેશીદારૂની ડિલિવરી આપવા આવતા જ પોલીસે પકડી લીધો હતો.

- text

બાદમાં પોલીસે બુટલેગર નિતેષભાઇ બચુભાઇ કોળી પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ 12 કિ.રૂ.3600 અને સુઝુકી કંપનીનું એકસેસ મોટરસાયકલ રજી.નં.જી.જે.-36-એમ-1242 ની કિ.રુ.25,000 સાથે કુલ મળી 28600 ના મુદામાલ સાથે મળી આવતા પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text