હળવદના શીવપુરમાં લૂંટારું કન્યા કોડભર્યા દુલ્હેરાજાને લૂંટી ફરાર

- text


સુરતના માંગરોળ તાલુકાની કન્યા પરણીને આવી અને ૧૧ દિવસમાં પટેલ પરિવારનું ઘર છોડી નવ..દો…ગ્યારહ !!

હળવદ : હળવદ તાલુકાના શિવપુર ગામે રહેતા પટેલ પરિવારના કોડભર્યા દુલ્હેરાજા ગૃહસ્થીના સુંદર મજાના સપના જોઈ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઉમના માંજલ ગામની કન્યા સાથે નાણાં આપી પરણ્યા બાદ આ કન્યા રાતો રાત લોટો લુઇ નવ..દો…ગ્યારહ !! થઈ જતા સનસનાટી મચી ગઇ છે, જો કે હાલમાં નાણાં અને પત્ની બન્ને ખોવાનો વારો આવતા શિવપૂરના આ યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદના શિવપુર ગામે રહેતા અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતા સંદીપભાઈ ગંગારામભાઈ બારૈયા માતા પિતાનું એક જ સંતાન હોય ઘરડા માતાપિતાથી કામ થતું ન હોય લગ્ન કરવા કન્યા શોધતા હતા તેવામાં તેમના કાકાના દીકરા જયસુખે મહેન્દ્રનગર મોરબીના રમેશભાઈ ઘેટિયા મારફતે સુરતના માંગરોળ તાલુકાના ઉમના માંજલ ગામે કન્યા હોવાનું જણાવ્યું હતું.

- text

બાદમાં ભોગ બનનાર દુલ્હેરાજા સંદીપભાઈ બારૈયા, મહેન્દ્રનગર મોરબીવાળા રમેશભાઈ ઘેટિયા અને તેમનો કાકાનો દીકરો જયસુખ તા.૨૭/૦૯/૨૦૧૮ના રોજ ઉમના માંજલ, તાલુકો. માંગરોળ, જીલ્લો સુરત ખાતે ગયા હતા જ્યાં મોતીભાઈ રાયસંગભાઈ વસાવા, કૈલાસબેન વસાવા અને દેવુબેન વસાવા નામના વ્યક્તિને મળ્યા હતા જેઓએ શર્મિલા બહેન પ્રભુભાઈ વસાવા ઉ.૨૩ સાથે વાતચીત કરાવેલ એકબીજાને ગમતા ફૂલહાર પહેરવાનું નક્કી કરેલ હતું.

બાદમાં ત્રણે જણા શર્મિલા ને લઈને હળવદના શીવપુર આવી ગયા હતા અને ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર લખાણ મુજબ સંમતિથી પતિ –પત્ની તરીકે જોડાઈ ફૂલહાર કરેલા તેમના વ્યવહાર મુજબ તેમના માસી કૈલાસબેન દેવુબેન અને મામા મોતીભાઈને સમાજના વિવાદના હિસાબે રૂ.૫૦૦૦૦ રોકડા આપ્યા હતા.

જો કે કોડભરી કન્યા નહિ પણ લૂંટારું નીકળેલી શર્મિલા વસાવાએ અગિયાર દિવસમાં જ પોત પ્રકાશયું હતું અને સંદીપના ઘર દ્વારા ચડાવવામાં આવેલ દર દાગીના લઈ રફુચક્કર થઈ જતા લૂંટાઈ ગયેલા વરરાજાને છેતરપિંડી થયાનો અહેસાસ થતા હાલમા હળવદ પોલીસ સમક્ષ લૂંટારું કન્યાના કારતૂત મામલે ફરિયાદ કરી છે જો કે, આ લૂંટારું કન્યા હાલમાં પોતાના ગામ પહોંચી ગયાનું પણ જણાવાયું હતું.

- text