મોરબીમાં ભાજપ, આરએસએસને આડે હાથ લેતા ડો.પ્રવીણ તોગડીયા

- text


બે માસમાં ભારતભરમાં એક લાખ હિન્દૂ આરોગ્યકેન્દ્ર ખોલવાની જાહેરાત

મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ સાથે છેડો ફાડયા બાદ આજે મોરબી સ્નેહ મિલન કાર્યક્રમમાં આવેલ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના સ્થાપક અને ફાયર બ્રાન્ડ નેતા ડો.પ્રવીણ તોગડીયાએ મોદી, ભાજપ સરકાર અને આરએસએસને આડે હાથ લઈ બરોબરની ઝાટકણી કાઢી આગામી બે માસમાં સમગ્ર ભારતભરમાં હિન્દૂ આરોગ્ય કેન્દ્રો શરૂ કરવાની જાહેરાત કરી હતી.

મોરબી હિન્દૂ પરિષદ આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં આજે ફાયર બ્રાન્ડ હિન્દૂ નેતા પ્રવીણ તોગડીયા હાજર રહ્યા હતા અને વડાપ્રધાન મોદી દેશના નાગરિકોની આશાઓ ઉપર ખરા ઉતર્યા ન હોવાનું જણાવી ભાજપ સરકાર, આરએસએસ સહિતનાઓને આડે હાથ લીધા હતા.

- text

ડો. પ્રવીણ તોગડીયાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના શાસનના સાડાચાર વર્ષ બાદ કેમ આરએસએસને હવે રામમંદિર યાદ આવ્યું ? આ ઉપરાંત રામમંદિર નિર્માણ માટે કોર્ટના ફેસલાની જ રાહ જોવી હોય તો પછી નિર્દોષોને શુ કામ મરાવ્યાં તેવો પણ વેધક સવાલ ઉઠાવ્યા હતા.

દરમિયાન ડો. પ્રવીણભાઈ તોગડીયાએ આગામી બે માસમાં ભારતભરમાં એક લાખ હિન્દૂ આરોગ્ય કેન્દ્ર ખોલવાની જાહેરાત કરી દર ગુરુવારે ચાર કામ કરવાની નેમ વ્યક્ત કરી કોઈ હિન્દૂ બેરોજગાર ન રહે, આરોગ્ય જળવાઈ રહે તેમજ અબકી બાર હિન્દૂ સરકારનો લલકાર કર્યો હતો.

મોરબી ખાતે ફાયર બ્રાન્ડ નેતા ડો.પ્રવીણભાઈ તોગડીયાની ઉપસ્થિતિમાં યોજાયેલ સ્નેહમિલનમાં રણછોડભાઈ ભરવાડ, જીતુભાઇ મહેતા, ભાવેશ્વરીબેન, નિર્માણસિંહજી ખુમાણ, નવીનભાઈ રાચ્છ, નરેન્દ્રભાઈ રાચ્છ, ગીરીશભાઈ ઘેલાણી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

- text