મોરબી – વાંકાનેરમાં બાંધકામ નિયમોમાં છૂટછાટ

- text


મોરબી – વાંકાનેર ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાની રજૂઆતને પગલે સરકારે જીડીસીઆર નિયમોમાં ફેરબદલ કર્યા

મોરબી : રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલા જીડીસીઆરને પગલે મોરબી – વાંકાનેર જેવા શહેરોમાં બાંધકામ નિયમો જટિલ બનતા ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા સરકારમાં કરવામાં આવેલી ઊંડાણ પૂર્વકની રજૂઆતને પગલે સરકાર દ્વારા બાંધકામ નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે અને નવા નિયમોને પગલે મોરબી અને વાંકાનેરની જનતાને મોટો ફાયદો મળશે.

ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા મહત્વના ફેરફાર સાથે GDCRનું ફાઇનલ નોટિફિકેશ પડાયું બહાર પાડવામાં આવ્યું છે. જેથી નવી જોગવાઈ મુજબ હવે ગામતળના ખુલ્લા પ્લોટના 25 ટકા જગ્યા ખુલ્લી રાખવાનો નિયમ કરાયો રદ્દ કરવામાં આવ્યો છે અને હવેથી ગામ તળના પ્લોટ મા હવે બાંધકામને અનુકૂળ હોય તેટલી જગ્યા છોડી શકાશે.

- text

એ જ રીતે શહેરોમા બિલ્ડીંગની ઊંચાઈના નિયમમા કરાયો ફેરફાર કરાયો છે જેમાં 12 મીટર ના રોડ પર હવે 30 મીટર ની હાઈટ નું બાંધકામ થઈ શકશે. અત્યારસુધી 12 મીટર ના રોડ પર 25 મીટર ની ઊંચાઈ ની મંજૂરી મળતી હતીઆવી જ રીતે 18 મીટર ના રોડ પર હવે 45 મીટર હાઈટ નું બાંધકામ થઈ શકશે, અત્યારસુધી 18 મીટર રોડ પર 25 મીટર હાઈટ ની મંજૂરી મળતી હતી. જો કે શહેરી વિસ્તાર મા હવે ગ્રાઉન્ડ ઉપર વધારે જગ્યા છોડવી પડશે. ખુલ્લી જગ્યાના નિયમમાં 4.5 મીટર ના બદલે 6 મીટર નું માર્જિન છોડવું નવા નિયમમાં ફરજીયાત બનાવાયું છે.

આ ઉપરાંત નાના ઔદ્યોગિક પ્લોટમા ઓછું માર્જિન છોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અન્વયે 500 મીટર સુધી ના આવા પ્લોટ મા હવે 2 બાજુ માર્જિન છોડી શકાશે, અત્યાર સુધી આ માર્જિન 3 તરફ છોડવું પડતું હતું.

આમ, સરકાર દ્વારા જીડીસીઆરના નિયમમાં ફેરફાર કરવામાં આવતા નાગરિકોને રાહત મળી હોવાનું બિલ્ડર આર્કિટેક્ટ લોબી જણાવી રહી છે.

- text