ટંકારા અને મોરબી તાલુકાને તાકીદે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા સાંસદ કુંડરિયાની માંગ

- text


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મુદ્દાસર રજુઆત

ટંકારા : તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ૫૧ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી મોરબી જિલ્લાના માળીયા, હળવદ અને વાંકાનેરને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે પરંતુ મોરબી અને ટંકારા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરવામાં આવતા સાંસદ મોહનભાઇ કુંડારીયાએ મુખ્યમંત્રીને લેખિત પત્ર પાઠવી બન્ને તાલુકાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ કરી છે.

સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજુઆત કરતા જણાવ્યું હતું કે, મોરબી જીલ્લાના વાંકાનેર, હળવદ તથા માળીયા મિયાણા તાલુકાને અછતગ્રરત જાહેર કરવા બદલ ખુબ-ખુબ આભાર પરંતુ મોરબી તથા ટંકારા તાલુકાને અછતગ્રરત જાહેર કરાયેલ નથી અને માત્ર ને માત્ર મામલતદાર કચેરીના વરસાદના આકડા મુજબ મોરબી તાલુકાનો વરસાદ ર૭ર મીમી તેમજ ટંકારા તાલુકાનો વરસાદ ૩૨૬ મીમી થયેલ હોવાનું જણાવી બન્ને તાલુકાને બાકાત રાખવામાં આવ્યા છે.

- text

હકીકતમાં માત્ર શહેર વિસ્તારના આંડકા ઉપરથી જ આ તાલુકાઓને અછત ગ્રસ્ત જાહેર કરેલ નથી ત્યારે મોરબી તાલુકામાં આવતા ડેમોની સ્થિતિ જોઈએ તો સાચું ચિત્ર બહાર આવે તેમ છે, જેમાં ડેમો મચ્છુ – ૩ ૨૦૫ મીમી, ડેમી – ૩ માત્ર ૧૬૫ મીમી, તેમજ ઘોડાધ્રોઇ ડેમના આંકડા મુજબ માત્ર ૧૧૫ મીમી વરસાદ નોંધાયેલ છે. જયારે ટંકારા તાલુકામાં આવતા ડેમોમાં ડેમી -ર ર૧૭ મીમી, ડેમી – ૩ માત્ર ૧૬૫ મીમી, બંગાવડી ડેમ માત્ર ૧૩૦ મીમી વરસાદ નોંધાયેલ છે.

ઉપર મુજબ ડેમોના વરસાદના આંકડા મુજબ ૨૫૦ મીમીથી ઓછો વરસાદ નોંધાયેલ હોય છતાં આ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરેલ નથી આ બંને તાલુકાઓમાં પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે. તેમજ તાલુકાઓના લોકોને રોજીરોટી માલધારીઓના પશુ માટે ઘાસચારાની ખાસ જરૂરત હોય આ બંને તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવા મોહનભાઇ કુંડારીયાએ માંગણી ઉઠાવી બન્ને તાલુકાઓને સત્વરે દુષ્કાળ અસરગ્રસ્ત જાહેર કરવા ભલામણ કરી છે.

- text