મોરબીનો ચનો ત્રણ પેટી વિદેશી દારૂ સાથે ઝડપાયો

- text


રોયલ ચેલેન્જ વ્હીસ્કી પ્યાસીઓને પહોંચાડે તે પહેલાં પોલીસ પહોંચી

મોરબી : મોરબીના પંચાસર રોડ પર બુટલેગરે બાવળના કાંટાની જાળીમાં ત્રણ પેટી વ્હીસ્કી ઉતારી હોવાની બાતમીને આધારે એ ડિવિઝન પોલીસે આરોપી ચનાને આબાદ ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ સર્વેલન્સ સ્ટાફના એ.આર.ગામેતી તથા શેખાભાઈ મોરીને ચોક્કસ બાતમી મળી હતી કે સાહિલ ઉર્ફે ચનાએ પંચાસર રોડ ઉપર રાધેક્રિષ્ના સોસાયટી નજીક બાવળની કાંટાની જાળીમાં વિદેશીદારૂનો જથ્થો ઉતાર્યો છે, જેને પગલે પોલીસે હકીકત વાળા સ્થળે દરોડો પાડ્યો હતો.

- text

દરોડા દરમિયાન પોલીસે ૩૬ નંગ એટલે કે ત્રણ પેટી રોયલ ચેલેન્જ પ્રીમિયમ વ્હીસ્કી સાથે સાહિલ ઉર્ફે ચનો મહમદભાઈ લધાણી, ઉ. ૧૯ રહે. વાવડી રોડ, લોમજીવનપાર્ક, ભારત પાન વાળી શેરીવાળાને રૂ. ૧૦૮૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

પોલીસની આ કામગીરી પી.આઇ. આર.જે.ચૌધરી, પીએસઆઇ એમ.વી.પટેલ, એચસી આર.બી.કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, મણિલાલ ગામેતી, પો.કો. રણજીતસિંહ રોહડિયા, શેખાભાઈ મોરી, અજીતસિંહ પરમાર, શક્તિસિંહ ઝાલા અને ભરતભાઇ ખાંભરા સહિતના જોડાયા હતા.

- text