મોરબીમાં રેલવે ટીકીટના કાળાબજાર કરતા બે ઝડપાયા

- text


સુરેન્દ્રનગર આરપીએફ ટીમનો સપાટો : ચાર ટીકીટ સાથે મોરબીના બે શખ્સોને ઝડપી લેવાયા

મોરબી : સિરામિક સીટી મોરબીમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં વસવાટ કરતા હોય આવા અભણ અને અજાણ્યા ગ્રાહકોને લૂંટવા મોરબીમાં રેલવે ઇ – ટિકિટનો કાળો કારોબાર મોટા પ્રમાણમાં ફુલ્યો ફાલ્યો છે ત્યારે ગઈકાલે સુરેન્દ્રનગર આરપીએફની ટીમે છાપો મારી બે શખસોને રેલવે ટિકિટની કાળાબજારી કરતા રંગે હાથ ઝડપી લેતા ચકચાર જાગી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં રેલવે ટીકીટના કાળાબજાર અંગે રેલવે આઈજીને ફરિયાદ મળતા આ મામલે સુરેન્દ્રનગર આરપીએફને તપાસ સોંપી હતી જેને પગલે ગઈકાલે આરપીએફ દ્વારા મોરબીમાં છાપો મારી વિશાલ કિશોર હીરાણી, ઉ.૩૪,  તેમજ જયકુમાર રમેશચંદ્ર, રે મોરબી વાળાને ઝડપી લઈ બન્ને શખસો પાસેથી રેલવેની ચાર ઇ – ટીકીટ જપ્ત કરી હતી.

વધુમાં પકડાયેલ બન્ને શખસો જરૂરિયાત વાળા મુસાફરો પાસેથી પ્રત્યેક ટીકીટ દીઠ રૂ. ૧૦૦ થી ૩૦૦ સુધી વધારે નાણાં કમિશન પેટે વસૂલી કાળાબજારી કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

જો કે, સુરેન્દ્રનગર રેલવે પોલીસે ઝડપી લીધેલા બન્ને શખસો પાસેથી ઇ રેલવે ટીકીટનો મોટો જથ્થો પકડાયો હતો પરંતુ કોઈ પણ કારણોસર ફક્ત ચાર ટીકીટ જ દર્શવવામાં આવી હોવાનું સુમાહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે.

 

- text