મોરબીમાં રોયલ રઘુવંશી ગૃપ દ્વારા યોજાયો ભવ્ય રાસોત્સવ

- text


ટ્રેડિશનલ પરિધાનમાં સજ્જ સમાજના દીકરા દીકરીઓએ મન મુકીને રાસની રમઝટ બોલાવી

મોરબી : મોરબીમાં રોયલ રઘુવંશી ગૃપ દ્વારા ગત શનિવારે મોરબીના રઘુવંશી પરીવારો માટે રોયલ રાસોત્સવ ૨૦૧૮ અંતર્ગત દાંડિયા વિથ ડિનરનું ભવ્ય આયોજન સાર્થક વિદ્યામંદિર ખાતે કરવામાં આવ્યું હતું. મોરબીમાં રઘુવંશી સમાજ માટે આ પ્રકારનું આયોજન સૌપ્રથમ વખત થઈ રહ્યું હતું જેથી સમગ્ર સમાજ આ કાર્યક્રમમાં ખુબ ઉત્સાહ સાથે જોડાયો હતો અને ખુબ જ શાંતિપૂર્ણ તેમજ ઉલ્લાસભેર આ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં બહોળી સંખ્યામાં લોહાણા સમાજના લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં રઘુવંશી સમાજના 80 થી વધુ દિકરા-દિકરીઓ પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં જોડાયા હતા. રાસ-ગરબામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલૈયાઓને કિંગ,ક્વિન,પ્રિન્સ,પ્રિન્સેસ, વેલ ડ્રેસ, એક્શન જેવા આકર્ષક ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન નો વીઆઇપી કલચરને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું જેને બધા લોકોએ વખાણ્યું હતું.

- text

અત્રે ઉલ્લેખનિય છે કે રોયલ રઘુવંશી ગૃપે મોરબીના શિક્ષિત યુવાનોનું ગૃપ છે. જેમાં મોરબીના લોહાણા સમાજના ડોક્ટર્સ,એન્જિનિઅર્સ, પ્રોફેસર્સ, સીએ તેમજ મોટા બિઝનેસમેન સભ્યો છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રોયલ રઘુવંશી ગૃપના તમામ સભ્યોએ તન,મન અને ધનથી જહેમત ઉઠાવી હતી અને સમગ્ર રઘુવંશી સમાજને સૌપ્રથમ વખત આટલો સુંદર કાર્યક્રમ ગૃપ દ્વારા ભેટ આપ્યો હતો. વધુમાં ગૃપના સભ્યોએ જણાવ્યું કે હવેથી દર વર્ષે મોરબીમાં રઘુવંશી સમાજ માટે ‘રોયલ રઘુવંશી ગૃપ’ આવા અનેક રોયલ આયોજનો કરવા માટે કટિબદ્ધ રહેશે.

- text